વઘઈ તાલુકા ભાજપની કારોબારી બેઠક કોમ્યુનિટી હોલ ખાતે મળી..
વઘઈ તાલુકા ભાજપની કારોબારી બેઠક કોમ્યુનિટી હોલ ખાતે મળી
આજરોજ વઘઈ તાલુકા ભાજપની કારોબારી બેઠક વઘઈ મંડલ પ્રમુખ દિનેશભાઇ ભોયે અધ્યક્ષ સ્થાને મળી હતી.
આ બેઠકમાં વઘઈ તાલુકા પ્રભારી સંજય પાટીલ રાધાબેન જીલ્લા મહામંત્રી કિશોર ગાવીત ઉપ પ્રમુખ ધર્મેશ પટેલ રંજીતાબેન તાલુકા પંચાયત પ્રમુખ સંકુતલા બેન ઉપ પ્રમુખ બળવંત દેશમુખ ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી બેઠક ની શરૂઆત કરાઇ હતી અને મંડલ પ્રમુખ દિનેશભાઇ ભોયે દ્વાર સરલ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેના ઉપયોગ અંગે ઉપસ્થિત હોદેદારો તેમજ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યુ હતુ બાદ બેઠકને સંબોધતા જીલ્લા મહામંત્રી કિશોર ગાવીતે જણાવ્યું હતું કે આજે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારતે એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બેઠકમાં તેઓએ સંગઠનને વધુને વધુ મજબૂત કરવા અને આગામી ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કટિબદ્ધ બનવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.
વધુ માં મંડલ પ્રભારી સંજય પાટીલે રાજકારણમાં આવતી ઉત્સાહિત યુવા પેઢીને પાર્ટીમાં સમાવવા, તેઓને કાર્યશક્તિ પ્રમાણે યોગ્ય સ્થાન આપવા હાકલ કરી હતી અને
આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ મજબૂતાઈ આપવા બુથ સ્તર પર, શક્તિ કેન્દ્રો પર, પેજ કમિટી સ્તર પર કાર્યકર્તાઓની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠક માં વઘઈ તાલુકા ભાજપના ઉપપ્રમુખ,બીપીન રાજપુત મહામંત્રી પ્રકાસ ચોધરી રીતેશ પટેલ જય આહીર સંકેત બંગાળ ચંદર ગાવિત પૃથ્વીરાજ વૈષ્ણવ સહીત મોરચાના પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા...
Comments
Post a Comment