NDMA ગાઇડલાઈન મુજબ જિલ્લા કક્ષાની મોકડ્રિલ યોજાઈ
NDMA ગાઇડલાઈન મુજબ જિલ્લા કક્ષાની મોકડ્રિલ યોજાઈ
ડાંગ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે NDRF ની ટીમ દ્વારા NDMA ની ગાઇડલાઇન મુજબ ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામા, જિલ્લા કક્ષાની વાર્ષિક મોકડ્રિલનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ મોકડ્રિલ પહેલા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા જિલ્લાના લાઈન વિભાગના તમામ અધિકારીઓ સાથે ટેબલ ટોપ એક્સરસાઈઝ કરવામા આવી હતી. જેમા દરેક વિભાગના કર્મીઓને તેઓની કામગીરીની ભૂમિકા અને જવાબદારી અંગે વાકેફ કરવામા આવ્યા હતા.
તા.4/1/2023ના રોજ આહવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે ભૂકંપ આવ્યાની પરિસ્થિતિ વિષય ઉપર આ મોકડ્રિલ યોજવામા આવી હતી. ભૂકંપ જેવી પરિસ્થિતિમા રાહતની બચાવ કામગીરી કઈ રીતના કરી શકાય તે અંગે નિદર્શન કરવામા આવ્યુ હતુ. આ મોકડ્રિલમા NDRF ટીમ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેદ્ર-આહવા, 108 ઇમરજન્સી સેવા, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, વિધુત વિભાગ, RNB સ્ટેટ, સંબંધિત કચેરીઓ, તેમજ તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કક્ષાની મોકડ્રિલ કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ તમામ વિભાગના કર્મીઓની કામગીરીનુ નિરીક્ષણ કરી, વિભાગમા ધ્યાન રાખવા જેવી બાબતો અંગે સલાહ સૂચનો કર્યા હતા. સાથે જ આપત્તિ વ્યવસ્થાપન પ્રંસગે તંત્રની કામગીરીને સફળ ગણાવી હતી.
આ પ્રંસગે અધિક નિવાસી કલેક્ટર શ્રી પી.એ.ગાવિત, પ્રાંત અધિકારી શ્રી એસ.ડી.ચૌધરી, NDRF આસિસ્ટન્ટ કમાન્ડર શ્રી વિક્રમ ચૌધરી, ડિઝાસ્ટર મામલતદાર શ્રી એ.આર.ચાવડા, આહવા તાલુકાના મામલતદાર શ્રી યુ.વી.પટેલ, ઉપરાંત આરોગ્યકર્મીઓ, પોલીસ કર્મીઓ, ફોરેસ્ટ વિભાગ, RNB સ્ટાફ, NDRF ટીમ, શાળાના બાળકો શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
સંપૂર્ણ કાર્યક્રમનુ સંચાલન ડી.પી.ઓ શ્રી ચિંતનભાઈ પટેલ દ્વારા કરવામા આવ્યુ હતુ.
Comments
Post a Comment