ડાંગ જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકો પાસે મજુરી કરવાતો વિડિઓ વાયરલ
ડાંગ જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકો પાસે મજુરી કરવાતો વિડિઓ વાયરલ
નાના ભૂલકાઓ માથે રેતીભરેલા તગારા અને લોખંડની ટ્રોલી વહન કરતા જોવા મળ્યા
ડાંગ જિલ્લાના આહવા તાલુકાની રાવચોન્ડ પ્રાથમિક શાળા નો એક વિડિઓ વાયરલ થયો છે, આ વિડિઓમાં આહવા તાલુકાની રાવચોંડ પ્રા. શાળામાં શિક્ષકો દ્વારા નાના બાળકો પાસે સાફ સફાઇ બહાને મજુરી કરવતા હોવાની ચર્ચા ઉઠી છે.
પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતા નાના બાળકો પાસે લોખંડની ભારે ટ્રોલીમાં રેતી અને ઈંટો ના ટુકડા સહિત અન્ય સામાન નો હેરાફેરી કરવાવમાં આવતા હોવાનો વિડિઓ સામે આવ્યો છે. ગામના એક યુવાને વિડિઓ બનાવી શાળાના શિક્ષિકાને સવાલ કરતાં શિક્ષિકાએ ઉડાઉ જવાબ આપ્યો હતો બાળકોને આ અંગે પૂછતાં તેઓ એ સાહેબે કામ કરવાનું જણાવ્યું હતું. વાયરલ વિડિઓ માં આ રીતે નાના ભૂલકાંઓને માથે રેતી ભરેલા તગારા ઉચકાવીને કામ કરાવતા જોઈ જિલ્લાભર માં શાળા સંચાલકો ઉપર લોકોમાં રોષ જોવા મળ્યો છે. અને કસૂરવાર સામે પગલાં લેવા માંગ ઉઠી છે.
પ્રભારી મંત્રીએ સંકલનમાં ફરિયાદ કરવા જણાવ્યું
ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ એ જણાવ્યું હતું કે વાયરલ વિડિઓ અંગે મને ખાસ ખબર નથી પરંતુ બાળકો પાસે રેટીભરેલા તગાર ઉચકાવવામાં આવતા હોય તો તે ખોટું છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન મિટિંગમાં આ મુદ્દે ચર્ચા કરી નિરાકરણ લાવીશું.
Comments
Post a Comment