૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા મતવિસ્તારના મતદાનના આ રહ્યા લેખાજોખા

 ૧૫મી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના પ્રથમ ચરણમા, ૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા મતદાર વિભાગની, તા.૧લી ડીસેમ્બર-૨૦૨૨ના રોજ યોજાયેલી ચુંટણીમા,  કુલ ૬૪,૭૧૬ પુરુષ અને ૬૫,૪૪૮ સ્ત્રી મળી કુલ ૧,૩૦,૧૬૪ મતદારોએ, મતદાર કરતા અંહી કુલ ૬૭.૩૩ ટકા મતદાન નોંધાયુ છે. 
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

તા.૧લી ડીસેમ્બરે મોડી રાત્રે આહવા સ્થિત ડીસ્પેચ અને રિસિવિંગ સેન્ટર ખાતે, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.ડી.ચૌધરી, અધિક કલેક્ટર શ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી શ્રી રાજેન્દ્રસિંહજી ચૌહાણ સહિત સમગ્ર ચૂંટણી તંત્રના ઉચ્ચાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે જુદી જુદી પોલિંગ પાર્ટીઓએ, તેમના મતદાન મથકના સામાન સાથે વોટિંગ ડીટેલ્સ તંત્ર સમક્ષ રજુ કરી હતી. 
જ્યા મતદાનની ફાયનલ સીટ રેડી થયા બાદ જે વિગતો સામે આવી છે, તે મુજબ ડાંગ જિલ્લામા સૌથી વધુ મતદાન ૧૧૭–ગીરા (દાબદર) ખાતે ૯૪.૭૧ ટકા નોંધાવા પામ્યુ છે. અંહી નોંધાયેલા ૯૧ પુરુષ, ૯૮ સ્ત્રી મળી કુલ–૧૮૯ મતદારો પૈકી, ૮૫ પુરુષ અને ૯૧ સ્ત્રી મળી કુલ–૧૭૬ મતદારોએ તેમનો મત નોંધાવ્યો છે. 

તો જિલ્લામા સૌથી ઓછુ મતદાન ૫૦-હાડોળ ખાતે ૧.૧૪ ટકા નોંધાવા પામ્યુ છે. અંહી નોંધાયેલા ૨૩૦ પુરુષ અને ૨૦૯ સ્ત્રી મતદારો મળી કુલ–૪૩૯ મતદારો પૈકી, ૩ પુરુષ, અને ૨ સ્ત્રી મળી પાંચ મતદારોએ મતદાન કર્યું હતુ.

સાથે જ કેટલાક ગામોના ગ્રામજનોએ સ્થાનિક સમસ્યાઓને લઈને, મતદાન નંહી કરવાનો નિર્ણય કરતા, જિલ્લાના ૨૯-વાંકન (પુરુષ-૫૮, સ્ત્રી-૪૯, કુલ-૧૦૭ મતદારો), ૧૧૨-કોસીમપાતળ (પુરુષ-૧૩૨, સ્ત્રી-૧૨૬, કુલ-૨૫૮ મતદારો), ૧૧૬-દાબદર (ગીરા) (પુરુષ-૨૫૨, સ્ત્રી-૨૬૩, કુલ-૫૧૫ મતદારો), અને ૨૮૭-બીલમાળ (પુરુષ-૩૨૬, સ્ત્રી-૨૮૫, કુલ-૬૧૧ મતદારો) એમ કુલ ૪ મતદાન મથકોએ 'શૂન્ય' મતદાન નોંધાવા પામ્યુ હતુ. જો કે, આ તમામ મતદાન મથકોએ અનુક્રમે ત્રણ, પાંચ, ચાર, અને એક EDC (ઈલેકશન ડ્યૂટી સર્ટિફિકેટ) મતો નોંધાયા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...