ડાંગના ગાવદહાડ ગામે આધેડ ની સુબીર ના યુવાને રાત્રિ દરમિયાન હત્યા કરી
ડાંગ જિલ્લાના ગાવદહાડ ગામે રહેતા એક પણ વર્ષના આધેડ તાપણું કરી ઘરના આંગણે સૂતા હતા ત્યારે રાત્રિ દરમિયાન તેના જમાઈ એ ત્યાં પહોંચી માથા માં ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
પોલીસ સૂત્રથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ગાવદહાડ ગામે નિશાળ ફળિયામાં રહેતા બકુલભાઈ ધનજી ભાઈ બોરે ઉ. વ. 50 ની દીકરી નિર્મળા ના લગ્ન સુબીર ગામે ઝામરે ફળિયામાં રહેતો સુનિલભાઈ રમેશભાઈ ઝામરે સાથે થયા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી સુનીલ નિર્મળા પર ખોટા શક વહેમ રાખતો અને નશાની હાલતમાં માર મારતો હતો જેથી છેલ્લા 4 માસથી તેના પિયર ગાવદહાડ તેના પિતાના ઘરે રહેવા ચાલી ગયેલ હતી અને તેના પિતા બકુલભાઈ બોરે તેના સુનીલ સાથે છૂટાછેડા કરાવવાની ફિરાક માં હતા જેની અદાવત રાખી સુનીલ ઝામરે એ સોમવારે રાત્રે ગાવદહાડ ગામે પહોંચી તેના સસરા તેમના ખેતરમાં આવેલ ઘર ના આંગણા માં તાપણું કરી સૂતા હતા તે દરમિયાન કોઈ ધારધાર હથિયાર વડે માથાના ભાગે ઘા કરી ખોપરી તોડી નાખી હત્યા કરી હતી આ બનાવ બનતા સુબીર પોલીસ મથકે મરનાર ના પત્ની સુમિત્રા બેને જમાઈ સુનીલ ઝામરે વિરૂદ્ધ ગુનો નોંધી સ્થળ પર એફ. એસ. એલ. બોલાવી યોગ્ય તપાસ કરી આરોપી ને પકડવા ટીમ સાથે કવાયત હાથ ધરી હતી
Comments
Post a Comment