હાલોલ તાલુકાના ખરેટી ગામે ખેતરમા ઉગાડેલ લીલા ગાંજાના છોડ-૦૪ તથા ગાંજાનો જથ્થો મળી કુલ ૨૩.૩૩૦ કિલોગ્રામના ગાંજાના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી પંચમહાલ એસ.ઓ.જી. પોલીસ
હાલોલ તાલુકાના ખરેટી ગામે ખેતરમા ઉગાડેલ લીલા ગાંજાના છોડ-૦૪ તથા ગાંજાનો જથ્થો મળી કુલ ૨૩.૩૩૦ કિલોગ્રામના ગાંજાના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી પંચમહાલ એસ.ઓ.જી. પોલીસ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ તથા શ્રી હિમાંશુ સોલંકી સાહેબ પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ નાર્કોટીક્સ ડ્રગ્સના દુષણને નેસ્તનાબુદ કરવા સારુ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે શ્રી એન.આર. ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા ગોધરા નાઓને મળેલ બાતમી આધારે… પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.આર. ચૌધરી તથા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો તથા બે સરકારી પંચો સાથે હાલોલ તાલુકાના ખરેટી ગામે પાણીમહુડા ફળીયામાં રહેતા ઉદેસિંહ ભાઈલાલભાઈ બારીઆના કબજા ભોગવટાના ખેતરમાં તેને સાથે રાખી ઝડતી તપાસ કરતા વનસ્પતિજન્ય ગાંજાના-૪ છોડ મળી આવેલ તેમજ તે છોડમાંથી તોડેલા ગાંજાના છોડના ડાળખા નંગ-૧૪ તથા ગાંજાના સૂકા તથા લીલા પાંદડાની નાની ડાળખીઓ મળી આવેલ જે તમામ ગાંજાના મુદ્દામાલનુ કુલ વજન ૨૩.૩૩૦ કીલોગ્રામ થયેલ જે મુદ્દામાલની કુલ કિ.રૂા.૨,૩૩,૩૦૦/- ની ગણી તપાસ અર્થે કબજે લઇ પોતાના કબજા ભોગવટાના ખેતરમા ગાંજાના છોડનુ વાવેતર તથા ગાંજાનો જથ્થો રાખનાર ઉદેસિંહ ભાઈલાલભાઈ બારીઆ રહે.ગામ ખરેટી,પાણીમહુડા ફળીયું તા.હાલોલ જી.પંચમહાલના વિરુધ્ધ પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે
Comments
Post a Comment