નિલશાકયા ગામે આદિવાસી પરીવારના ઘરમાં અચાનક આગ લાગતા ચાર ગાળાનું કાચુ ઘર સંપૂર્ણ બળીને ખાખ થઈ જતાં પરીવાર પર આભ તૂટી પડયું
નિલશાકયા ગામે આદિવાસી પરીવારના ઘરમાં અચાનક આગ લાગતા ચાર ગાળાનું કાચુ ઘર સંપૂર્ણ બળીને ખાખ થઈ જતાં પરીવાર પર આભ તૂટી પડયું
ફાયર ફાઇટર પોંહચે એ પહેલાં જ આદિવાસી પરિવારનું ઘર સંપૂર્ણ બળીને ખાખ
ડાંગ જિલ્લાના ચનખલ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નિલશાકયા ગામે આદિવાસી પરીવારના ઘરમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી રાત્રીના સમયે નિલશાકયા ગામના સોનીબેન રમેશભાઈના ઘરે અચાનક આગ લાગતા કાચું ચાર ગાળાનું ઘર સંપૂર્ણ બળીને ખાખ થઈ જતાં પરીવાર પર આભ તૂટી પડયું છે એકાએક આગ લાગતાં અને ફાયર ફાઇટર પહોંચે તે પહેલાં જ થોડીક જ મિનિટોમાં વિકરાળ સ્વરૂપ પકડતા અનાજ, કપડા, ઘરવખરી સામાન સહિત બધી જ વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે ગામના તલાટી કમ મંત્રીના જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે સદનસીબે આ બનાવ માં કોઈ જાનહાની થઈ નથી જ્યારે આગના પગલે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી છે
Comments
Post a Comment