વઘઈ તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડની વાર્ષિક સાધારણ સભા મળી

વઘઈ તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડની વાર્ષિક સાધારણ સભા મળી 
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

કેન્દ્ર સરકારની CSS 10 હજાર FPO બનાવવાની યોજના હેઠળ ઇમ્પલીમેન્ટેશન એજન્સી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (સાહસ ગુજરાત સરકાર) અને CBBO ટ્રુ લાઈફ એન્ટરપ્રાઈઝ હેઠળ ભારતના સૌ પ્રથમ "પ્રાકૃતિક જિલ્લા - ધ ડાંગ"ના વઘઈ તાલુકામા બનેલ FPC "વઘઈ તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડ" ની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. 

આ સભામા FPC ચેરમેન શ્રી મંગલેશ ભાઈ ભોંયેએ FPO વિશે જનરલ માહિતી આપી, ગત વર્ષમા થયેલ આવક જાવકનુ સરવૈયુ સભાસદો સમક્ષ રજૂ કર્યું હતુ.

આ FPO ના નેજા હેઠળ આગામી મહિનામા પ્રોસેસિંગ સેન્ટર ચાલુ કરવા સાથે,  પ્રાકૃતિક ડાંગ જિલ્લાના ખેત ઉત્પાદનો જેવા કે રાગી, વરઈ, આંબામોર ચોખા, દૂધ મલાઈ ચોખા જેવા વિશેષ ઉત્પાદનોનુ મૂલ્યવર્ધન કરી દેશ દુનિયામા વેચાણ કરવામા આવનાર છે તેમ જણાવ્યુ હતુ.
CBBO સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર શ્રી માધવ જોષીએ ડાંગ જિલ્લામા ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ, પોતાના જ ગામમા મળી રહે તેવા હેતુ થી 232 જેટલા "પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ" બનાવવાની જાહેરાત કરી હતી. જેમાંથી વઘઈ તાલુકામા 96 મોડેલ ફાર્મ બનવાની જાહેરાત પણ કરાઇ હતી.

આ પ્રંસગે સભાના અધ્યક્ષ ડાંગ જિલ્લા પંચાયતની ખેતીવાડી ઉત્પાદન સમિતિના પ્રમુખ શ્રીમતી સવિતાબેન ભોંયે, ગુજરાત એગ્રોના પ્રતીનિધી શ્રી કેશુભાઈ મોકરિયા, અપૂર્વભાઇ જાની, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર ભરતભાઈ સોલંકી તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. 

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...