વઘઈ વાંસદા મુખ્ય માર્ગ પર બનાવા માં આવેલા બમ્પરો જોખમી બન્યા
સબંધિત તંત્ર દ્વારા તાકિદે આ બમ્પ પર રીફલેકટર સફેદ પટ્ટા દોરવામાં આવે તેમજ માર્ગ પર આગળ બમ્પ હોવાનું બોર્ડ પણ મુકવામાં આવે તેવી માગણી વાહન ચાલકો કરી રહ્યા છે.
મળતી માહિત મુજબ વઘઈ થી વાંસદા ડબલ ટ્રેક રસ્તા ના નવીનીકરણ કામગીરી પૂર્ણ થવા ના આરે છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વાર હાલ બે ત્રણ દિવસ અગાઉ વાંસદા નેશનલ પાર્ક થી નાની વઘઈ કિલાદ સુધી રાષ્ટ્રીય ઉધાન હોવાના કારણે વન્ય પ્રાણી ઓની અવરજવર થતી હોય છે
જેની માટે વાહન ધીમી ગતિ એ હંકારે તે માટે બમ્પ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ બમ્પર સંદર્ભે કોઇ જ પ્રકારની ચેતવણી કે માર્ગદર્શક બોર્ડ કે પછી બમ્પ પર રીફલેકટર કે સફેદ પટ્ટા દોરવામાં આવ્યા નથી. જેથી રાત્રિના સમયે અજાણવ્યા વાહનચાલકો પોતાના વાહનો લઇને પસાર થતા બમ્પરને કારણે ઉછળીને જમીન પર પટકાવાના બનાવો બન્યા છે.જેથી કરીને આ બમ્પ અજાણ્યા વાહનચાલકો માટે જીવના જોખમ સમાન બની ગયા છે.જેથી આ બાબતે સત્વરે બમ્પની ઉપર સફેદ પટ્ટા દોરવામાં આવે તેમજ બમ્પથી થોડે દૂર માર્ગદર્શક બોર્ડ મૂકવામાં આવે તેવી માગણી વાહન ચાલકો માં પ્રબળ બની છે.
Comments
Post a Comment