મહારાષ્ટ્ર નાં સરહદીયવિસ્તારનાં આદિવાસીઓ એ ગુજરાતવાંસદા.મામલતદાર સાહેબ ગુજરાત માં જોડાવવા આવેદનપત્ર આપ્યુ
ગુજરાત માં જોડાવવા થી અમારા વિસ્તાર નો વિકાસ થશે
મહારાષ્ટ્ર નાં સરહદીય વિસ્તાર નાં બાર થી વધુ ગામ નાં આદિવાસીઓ એ ગુજરાત રાજ્યમાં મહારાષ્ટ્ર સરહદના સુરગાણા તાલુકા કાર્યકારી વિસ્તારના ગામડાઓનો સમાવેશ કરવા અંગેનુ આવેદનપત્ર ગુજરાત વાંસદા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવા માં આવ્યુ હતુ જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે અમારા સુરગાણા સીમા સંઘર્ષ સમિતિ દ્વારા, તમારી ઓફિસ ગુજરાત સરકારને જણાવે છે કે 1 મે, 1961ના રોજ મહારાષ્ટ્ર અને
ગુજરાત આ બે રાજ્યોની રચના કરવામાં આવી હતી. જેમાં અગાઉના સુરગાણા તાલુકાના કેટલાક ગામો તમારા રાજ્યના ડાંગ જિલ્લામાં આવ્યા અને અમારા ગામો
મહારાષ્ટ્ર રાજ્યમાં રહ્યા હતા જેમા છેલ્લા 60 વર્ષમાં આદિવાસી વિસ્તરણમાં ગુજરાત સરકારે આદિવાસી લોકોનો જે રીતે વિકાસ કર્યો છે તેનાથી અમો વિકાસ થી વંચિત રહી ઘણા પાછળ રહી ગયા છીએ.
આજે પણ આપણા સરહદી વિસ્તારના લોકો રાહત માટે ગુજરાતની સરકારી હોસ્પિટલ પર નિર્ભર છે. ગુજરાત નાં સરહદીય ગામોમાં સારા રસ્તા, પાણી અને વીજળીની સુવિધા છે,
પરંતુ અમારી પાસે આવી કોય સુવિધાઓ આપવા માં આવી નથી ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને મદદ કરો જેથી અમારા વિસ્તાર નો વિકાસ થાય અને પુરતી સુવિધા ઓ મળી રહે. આ માટે અમારી માંગણીઓ નીચે મુજબ છે
1) અમે સુરગાના, ઉમરથાણા માં સારી હોસ્પિટલો મળી રહે
2) અમારા તાલુકા માં 1.5%. ત્યાં સિંચાઈ છે જેથી તેનો
વિકાસ થાય. 3) અમારી પાસે કોઈ બસ ડેપો નથી. અમારા બધા રસ્તા ખરાબ છે. જે સારા બને
4) લગભગ 90000-100000 લોકો અહીંથી સ્થળાંતરિત થયા છે. જેમને રોકી શકીશું.
5) અમારી શાળા સારા બની શકશે. પ્રવાસનનો વિકાસ થવો જોઈએ.
7) પીવાનું શુદ્ધ પાણી મળી શકશે વગેરે આપણી જરૂરિયાત છે. જે ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારમાં આપી છે. અમે ઇચ્છીએ છીએ કે ગુજરાત સરકાર પાસેથી અમારા વિકાસની અપેક્ષા રાખવામાં આવે. ગુજરાત સરકાર અમને ગુજરાતમાં સમાવેશ કરવા માં આવે એવી માંગ કરી એ છે દિવસે દિવસે મહારાષ્ટ્ર ના સરહદીય ગામો ગુજરાત જોડાવવા ની માંગ સાથે જલદ આંદોલન નો માર્ગ અપનાવે તો નવાઈ નહિ
Comments
Post a Comment