આહવા ખાતે કાર્યરત MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચુંટણી અધિકારી શ્રી ધર્મેદ્રસિંહજી જાડેજા...
આહવા ખાતે કાર્યરત MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચુંટણી અધિકારી શ્રી ધર્મેદ્રસિંહજી જાડેજા
૧૭૩-ડાંગ વિધાનસભા મત વિસ્તારમા કાર્યરત MCMC તથા મીડિયા સેન્ટરની મુલાકાત લઇ, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધર્મેદ્રસિંહજી જાડેજાએ ફરજ નિયુક્ત કર્મચારી/અધિકારીઓને ખુબ જ ચોકસાઇ સાથે મીડિયા મોનિટરીંગની કામગીરી કરવા બાબાતે માર્ગદર્શન આપ્યુ હતુ.
ડાંગ જિલ્લા માહિતી કચેરી આહવા ખાતે કાર્યરત MCMC સેન્ટરના માધ્યમથી મીડિયા સર્ટીફિકેશન અને મોનિટરીંગ ની કામગીરી કરવા સાથે, મીડિયા સેન્ટરના માધ્યમથી જિલ્લાની ચૂંટણીલક્ષી વિગતો ડિસ્પ્લે કરી, લોકશાહીના અવસરમા પ્રજાજનોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ હાથ ધરવામા આવ્યો છે, તેમ જણાવી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ, ચૂંટણી પ્રક્રિયા સંલગ્ન સૂક્ષ્મ માહિતી મેળવવા વધુમા વધુ લોકોને મીડિયા સેન્ટરની મુલાકાત લેવાની અપીલ કરી હતી.
કલેક્ટરશ્રીની આ મુલાકાત વેળા નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગાવિત, તથા પ્રાયોજના વહિવટદાર શ્રી જે.ડી.પટેલ સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. MCMC અને મીડિયા કમિટિના નોડલ ઓફિસર-વ-ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગારે ઉચ્ચાધિકારીઓને તેમની કામગીરીથી અવગત કરાવ્યા હતા.
Comments
Post a Comment