રસના કોલ્ડ્રિંક્સ ના રચનાકાર અરીઝ ખંભાતા ની દુનિયાને અલવિદા...
રસ કી રચના.. રસના ના હુલામણા સ્લોગન સાથે પા પા પગલી ભરી સમગ્ર વિશ્વમાં સોફ્ટ ડ્રીંક રસના બ્રાન્ડ ને સમગ્ર વિશ્વમાં પ્રચલિત કરી ભારતમાં વસેલા પારસી સમાજનું આગવું રતન તરીકે પંકાયેલા પ્રસિદ્ધ દાનવીર અને તમામ સમાજના હિતચિંતક પારસી ઉદ્યોગપતિ અરિઝ પિરોજશાહ ખંભાતા નું જૈફ વયે નિધન નીપજતા પારસી ઝરથોસ્તી સમાજમાં ભારે ગમગીની ફેલાઈ હતી.
દિન દુખિયાઓના દાતાર અને પોતાના પારસી સમાજની પરંપરાઓને જાળવી રાખવા તનતોડ પ્રયત્નો કરતા વર્લ્ડ એલાયન્સ ઓફ પારસી ઈરાની જરથૃષ્ટિ સંસ્થાના કર્ણધાર બની પારસી સંસ્કૃતિ અને રૂઢિઓના પ્રખર હિમાયતી બની અમદાવાદ પારસી ના માજી પ્રમુખ સહિત અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અરીઝ ખંભાતા દિન દુખીયાઓના બેલી બનતા રસનાના પ્રારંભ ના સમયે ખભે થેલો નાખી દુકાને દુકાને ફરી રસના સોફ્ટ
ડ્રિંક્સ ની બોટલ નું વેચાણ કરી પ્રોડક્ટ રસનાને વિશ્વ ફલક સુધી પહોંચાડી એક મોટા ગજાના ઉદ્યોગપતિ બનતા આજે તેમના દ્વારા સ્થપાયેલ પાયોમાં ઇન્ડસ્ટ્રીઝ નું નામ વિશ્વના અનેક દેશોમાં ગુંજતુ થયું છે. તેમના નીધન થી રૂઢિચુષ્ટ પારસી સમાજ સહિત બાળકોને પ્રિય ઉદ્યોગને મોટી ખોટ વર્તાશે મુજબ જણાતા તેમના પરિવારમાં શોકગ્રસ્ત વાતાવરણ ફેલાયું હોવાનું જણાય છે.
Comments
Post a Comment