બારડોલી નો વોન્ટેડ બુટલેગર પીન્ટુ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપાયો...
બારડોલી સહિત સુરત જિલ્લામાં વિદેશી બનાવટના ગેરકાયદેસર દારૂ વેચાણનું મોટું સામ્રાજ્ય ફેલાવી ગત લાંબા સમયથી ફરાર બુટલેગર પીન્ટુ પરસોત્તમ પટેલ આજરોજ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ ટીમના હાથે બારડોલી થી ઝડપાયો હતો.
સરદાર ન્યૂઝ:-આકાશ રાઠોડ-બારડોલી
પ્રોહિબિશન ને લગતા વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાની ઝુંબેશ શરૂ કરતા સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે વર્કઆઉટ કરતા વિવિધ દસ જેટલા ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા અને ઓર્ગેનાઈઝ પદ્ધતિથી દારૂ સપ્લાયના ગુનાઓ કરતા આવેલ ગુનેગાર પીન્ટુ પરસોત્તમ પટેલ રહે. હિદાયત નગર, સુરતી ઝાપા, બારડોલી આજરોજ બારડોલી ના ધામડોદ રોડ ઉપર આવેલ બાલાજી પ્લાઝા બિલ્ડિંગમાં આવેલ લક્ષ્મી મેડિકલ એન્ડ જનરલ સ્ટોર મુકામે આવનાર હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
સ્ટેટ મોનિટરિંગ પોલીસ સેલે વોચ અને તપાસ ગોઠવતા તેમને નાસ્તો કરતો બુટલેગર પિન્ટુ ઝડપી લેવામાં સફળતા મળી હતી. લાંબા સમયથી પોલીસ ને ચકમો આપી ફરાર રહેલા બુટલેગર પિન્ટુ ને માથે પોલીસે રૂ.25 હજાર નુ ઇનામ પણ જાહેર કર્યું હતું. હાલમાં સુરત જિલ્લાના માંડવી પોલીસ મથકના પ્રોહીબીશન ના ગુનામાં તેની અટકાયત કરી વધુ કાર્યવાહી ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.
Comments
Post a Comment