કાલોલ તાલુકાના રીંછીયા વાંટા ગામે સ્વિફ્ટ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ૩ ઈસમો સાથે વેજલપુર પોલીસે ઝડપ્યો

 ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ ભારતીય બનાવટ નાં વીદેશી દારૂ ની હેરફેર અટકાવવા વેજલપુર પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તાર મા પેટ્રોલિંગ મા હતો

સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
ત્યારે વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ.જાદવ ને વિદેશી દારૂની હેરાફેરી ની મળેલ ચોક્કસ બાતમીના આધારે વેજલપુર પોલીસ સ્ટાફ સાથે ખાનગી વાહન મારફતે રીંછીયા વાંટા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ઉભા હતા ત્યારે બાતમી મુજબની એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નં.જીજે ૯ બી.એ.૪૩૬૯ ચાલક પોલીસની નાકાબંધી દરમિયાન જોઈને ગાડી ઉભી રાખી વેજલપુર પોલીસે ચાલક કરણકુમાર ઉર્ફે ફુલીયો નરવતસિંહ ચૌહાણ તથા તેની સાથે બેઠેલા વિરેન્દ્રકુમાર ઉર્ફે જગો ચંદ્રસિંહ ચૌહાણ અને નરવતસિંહ મોહનસિંહ ચૌહાણ ત્રણેય રહેવાસી તાલુકાના મોકડ ગામના ઓની અટકાયત કરી પોલીસે કારમાં મૂકેલા ત્રણ થેલામાં ખોલાવી તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂના ૧૮૦ એમ એલ ના પ્લાસ્ટિકના કવાટર નંગ ૨૬૪ જેની કીમત રૂ ૨૬,૪૦૦/ નો દારૂ તથા કાર રૂ ૩,૦૦,૦૦૦/ મળી કુલ રૂ ૩,૨૬,૪૦૦/ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે તમામ ત્રણ ઇસમો સામે પ્રતિબંધિત વિસ્તારમાં પાસ પરમીટ વગર વિદેશી દારૂનો જથ્થો ભરીને હેરફેર કરવા બદલ પ્રોહિબિશન એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...