કેનેડાના પી.આર મેળવી પરત આવતા બારડોલીના જયેશ આચાર્યનું જર્મની એરપોર્ટ પર પ્લેનમાં મૃત્યુ...

કેનેડાના પી.આર મેળવી પરત આવતા બારડોલીના જયેશ આચાર્યનું જર્મની એરપોર્ટ પર પ્લેનમાં મૃત્યુ

સરદાર ન્યૂઝ:-આકાશ રાઠોડ-બારડોલી
 
બારડોલી ની સેન્સેરીતે હાઇસ્કુલ માં ફરજ બજાવી નિવૃત્તિ જીવન ગાળતા બારડોલીના રહીશ જયેશભાઈ આચાર્ય નું કેનેડા થી પરત આવતા સમયે જર્મનીના ફ્રેન્કફટ એરપોર્ટ ઉપર વિમાનમાં બેસતા જ હૃદય રોગના હુમલો આવતા તેમનું મૃત્યુ થયું હતું.
         મૂળ વઢવાણ, સુરેન્દ્રનગરના રહીશ જયેશભાઈ ધીરજ લાલ આચાર્ય ઉ.વ.62 બારડોલી ની સેન્સેરીતે  હાઈસ્કૂલમાં ફરજ બજાવી નિવૃત્તિ જીવન ગુજારતા હતા. તેમનો પુત્ર સાગર તેની પત્ની સાથે કેનેડામાં વસવાટ કરી રહ્યો હતો. જયેશભાઈ તથા તેમના પત્ની નીતાબેન ને કેનેડાના પી.આર( પરમેનેન્ટ રેસીડેન્સી) લેવાના જરૂરી હોય તેવો ગત ઓગસ્ટ માસમાં કેનેડા ગયા હતા. અઠવાડિયા પૂર્વે તારીખ સાતમી એ ભારત પરત આવતા સમયે તેઓએ જર્મનીના ફ્રેન્કફટ એરપોર્ટ ઉપર ફલાઈટ બદલવાની હતી. પ્લેનમાં બેસતા જ તેમને અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું હતું જ્યાં તેમના મૃતદેહને વિમાનમાંથી ઉતારી લેવાયો હતો. બનાવની જાણ થતાં તેમના પુત્ર જર્મની દોડી ગયો હતો. પોતાના પિતાના નશ્વર દેહને ભારત લાવવાની કાર્યવાહી કરતા ઘટનાની જાણ થતાં તેમના પરિવાર સહિત શાળા સંકુલના સમૂહમાં શોક વ્યાપ્યો હતો.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...