બારડોલીમાં વ્યાજખોર નો આતંક.... ઢોર માર મારી બાઈક અને વેચાણ નો સામાન જુટવી ગયા
મધ્યસ્થી કરવા ગયેલા બારડોલી ના અપક્ષ કોર્પોરેટરને પણ ધક્કા મારી ધમકીઓ આપી)
સરદાર ન્યૂઝ:-આકાશ રાઠોડ-બારડોલી
બારડોલીમાં કોરોના કાળ ના સમયગાળા થી છુટક માલ સામાનની ફેરી ફરી ગુજરાન ચલાવતા ફેરીયાઓની નાજુક પરિસ્થિતિનો લાભ લેતા તગડું વ્યાજ વસૂલતા વ્યાજખોરો નો આતંક વધી જવા પામ્યો હોય તેમ બારડોલીના ગાંધી રોડ ઉપર રહેતા અને મોજા વેચી ગુજરાત ચલાવતા ફેરીયાને વ્યાજ વટાવ નો ધંધો કરતા ઇસમે તેના સાગરિત્ર સાથે મળી ઢોર માર મારી ઈજાઓ પહોંચાડતા તેને બારડોલી ની સરદાર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ બાબતે મોડી રાત્રે મધ્યસ્થી કરવા ની કોશિશ કરતા સ્થાનિક અપક્ષ નગરસેવકને પણ વ્યાજખોર ટોળકીએ ધક્કે ચડાવી
ધમકીઓ આપતા મામલો પ્રાથમિક ફરીયાદ સ્વરૂપે બારડોલી પોલીસ મથકે પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.
બારડોલી ના ગાંધી રોડ ઉપર આવેલ સિલ્વર પ્લાઝા બિલ્ડીંગમાં રહેતા ફિરોજ લુપુર શેખ પોતે પોતાની મોટરસાયકલ ઉપર ફેરા ફરી મોજા, હાથરૂમાલ વગેરે જેવી ચીજો વહેંચી પોતાનું ગુજરાત ચલાવતો હોય તેણે પોતાની ધંધાકીય જરૂરિયાત માટે બારડોલીના આશિયાના નગરમાં રહેતા ઈદ્રીશ બાગી નામના નાણા વ્યાજે આપવાનો ધંધો કરતા વ્યક્તિ પાસેથી તગડા વ્યાજે નાણા ઉછીના લીધા હતા. બે વર્ષ સુધી દરેક મહિને નિયમિત વ્યાજ ચૂકવ્યા બાદ
ફિરોજે માલ ભરવા વધુ 15000 રૂપિયા લીધા હતા. આ દરમિયાન ગતરોજ રાત્રીના સમયે ઈદરીસ બાગીએ ફિરોજ ને રસ્તા ઉપર ઉભો રાખી નાણાની કડક ઉઘરાણી કરી ફિરોજનો ધંધા નો માલ સામાન તથા તેની મોટરસાયકલ જપ્ત કરી તગેડી મૂક્યો હતો.
આ સમયે ફીરોજે આશિયાના નગરમાં રહેતા સ્થાનિક નગરસેવક આરીફ પટેલને આપવીતી જણાવતા નગર સેવકે વ્યાજખોરે ઈદરીસ ને સમજાવવાની કોશિશ કરતા રાત્રિના 11:00 વાગ્યાના આસપાસ ઈદરીશ બાંગી તેના મળતીયા જાવેદ ફ્રુટવાળા તથા અન્ય ચારથી પાંચ લોકો સાથે આવી તારીખ પટેલને ધક્કા મારી આ મેટરમાં પડશે તો મજા નહીં આવે મુજબ જણાવી અમારા પૈસા છે, માર પડશે મુજબ જણાવી ફિરોઝ શેખને બંગલે ઊંચકી લો એને પતાવી દઈએ મુજબ ધમકીઓ આપી હતી્.
બારડોલીમાં કોરોના કાળ બાદ બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા વ્યાજંકવાદીઓ નો આતંક વધી જતા લાઇસન્સ વગર નાણા ધીરધાર નો ધંધો કરતા લોકો ઉપર કડક સીકંજો કસવાની જરૂર જણાઈ રહી છે. બારડોલી પોલીસ મથકે ઉપરોક્ત ઘટનાની ફરિયાદ કરતા પોલીસ દ્વારા જરૂરી તપાસ ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Comments
Post a Comment