બારડોલીના કુખ્યાત બુટલેગર પીન્ટુના પાંચ વોન્ટેડ સાગરીતો ઝડપાયા...
બારડોલીના કુખ્યાત બુટલેગર પીન્ટુના પાંચ વોન્ટેડ સાગરીતો ઝડપાયા...
સરદાર ન્યૂઝ:-આકાશ રાઠોડ-બારડોલી
તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરત જિલ્લાના વિવિધ 10 જેટલા પ્રોહીબિશનના ગુનાઓમાં લાંબા સમયથી નાસ્તો કરતો વોન્ટેડ આરોપી પીન્ટુ પરસોત્તમ પટેલ બારડોલી થી ઝડપાઈ ગયા બાદ તેના રિમાન્ડ દરમિયાન તેણે કરેલી કબુલાત મુજબ 2020 ના વર્ષથી પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં તેના સાગરીત રહી ચૂકેલા પાંચ વધુ વોન્ટેડ આરોપીઓ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી લેવાયા હોવાનું જાણવા મળે છે.
પૂછપરછ દરમિયાન આરોપી પિન્ટુ પટેલે જણાવેલી હકીકત સાથે તેને સાથે રાખી મોનિટરિંગ સેલે બારડોલીમાં તપાસ કરતા તેના સાગરિત આશિષ અમ્બુ વસાવા રહે. શ્રદ્ધાનગર બારડોલી, સોહેલ ઇબ્રાહીમ રાવત રહે માતા ફળિયા રામજી મંદિર રોડ બારડોલી, રવિ ઉર્ફે રવું સુરેશ ગામીત રહે સુરતી જાપા બારડોલી, અજીત ઉર્ફે દિપક ઉર્ફે ડેની ચીમનભાઈ હળપતિ રહે. કોળીવાડ પાછળ મોટું ફળિયું બારડોલી તથા શાકીબ શરીફ માંજરા રહે માતા ફળિયા બારડોલી મળી બે વર્ષથી નાસ્તા ફરતા વધુ પાંચ વોન્ટેડ આરોપી અને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે.
Comments
Post a Comment