ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે ઉપલબ્ધ ઓનલાઈન સેવાઓ

"અવસર, લોકશાહીનો"
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

 ગુજરાતને આંગણે આવી પહોંચેલા લોકશાહીના મહા ઉત્સવના *અવસર* વેળાએ, ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના સાચા રખેવાળ એવા મતદારો માટે વિવિધ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે. જેના ઉપર એક નજર કરી લઈએ. 

*વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ*
આ એપ દ્વારા,
*મતદાર નોંધણી, મતદાર યાદીમા નામ તથા વિગતની ચકાસણી, ફેરફાર માટેની અરજી આપી શકાય છે,
*મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટેની અરજી,
*નવા મતદાર ફોટો ઓળખપત્ર માટેની અરજી,
*મતદાર યાદીમા આધાર નંબર લીંક કરવા માટેની અરજી આપી શકાય છે,
*બી.એલ.ઓ. તથા મતદાન મથક અંગેની માહિતી, અને 
ચૂંટણી, ઉમેદવારો, રાજકિય પક્ષો, E.V.M, ચૂંટણીના પરિણામો,જેવી વિવિધ માહિતી મેળવી શકાય છે. 

*વેબસાઈટ*
મોબાઈલ એપમા મળતી બધી જ સુવિધાઓ વેબસાઈટ મારફત કે ડેસ્કટોપ અને લેપટોપ મારફત મેળવવા માટે N.V.S.P. પોર્ટલ (www.nvsp.in) અથવા વોટર પોર્ટલ (www.voter portal.eci.gov.in) વેબસાઈટનો ઉપયોગ કરી શકાય છે. 

*PwD એપ*
આ દિવ્યાંગ મતદારો માટેની ખાસ એપ છે. આ એપ દ્વારા દિવ્યાંગ મતદારો ઉપર જણાવ્યા પ્રમાણેની દરેક સેવાઓ મેળવી શકે છે. આ ઉપરાંત એપના માધ્યમથી તેઓ મતદારયાદીમા પોતાનો દિવ્યાંગ તરીકે માર્ક કરાવી શકે છે. મતદાનના દિવસે વ્હીલચેર અથવા ટ્રાન્સપોર્ટની સુવિધા માટે રિકવેસ્ટ મુકી શકે છે. ચૂંટણીલક્ષી સેવાઓ મેળવવા માટે પોતાના B.L.O. નો માર્ક કરવા માટેનો સંદેશો મુકી શકે છે. 

*૧૯૫૦- હેલ્પલાઈન*
કોઈ પણ મતદાર, મતદારયાદીની અથવા મતદાર ફોટો ઓળખપત્રને લગતી મુશ્કેલી, પ્રશ્ન કે જાણકારી માટે ૧૯૫૦ નંબર ઉપર નિ:શુલ્ક ફોન કરીને માહિતી મેળવી શકે છે. આ માટે ૧૯૫૦ ની આગળ જે તે જિલ્લાનો STD કોડ ડાયલ કરવાનો રહે છે. 

*cVIGIL* એપ
આ એપની મદદથી ચૂંટણી આદર્શ આચાર સંહિતાના ભંગ બાબતે ચૂંટણી તંત્રને ફોટો કે વિડીયો સાથે સીધુ રીપોર્ટિંગ કરી શકાય છે. રીપોર્ટ અપલોડ કર્યાના ૧૦૦ મિનિટ જેટલા સમયમા જ ફરિયાદ ઉપર કાર્યવાહી કરી, તેનો નિકાલ કરવામા આવે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામા આવી છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...