વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ એ માર્ગ અકસ્માતમા માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા ડાંગ જિલ્લા પ્રશાસનના અધિકારી/કર્મચારીઓ
'વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ' નિમિત્તે ડાંગ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી, કર્મચારીઓએ માર્ગ અકસ્માતમા મૃત્યુ પામતા મૃતકો પ્રત્યે સંવેદનાપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
માર્ગ અકસ્માતો અટકાવવા તથા રોડ સેફટીના નિયમોનુ પાલન કરવા બાબતે વ્યાપક જનજાગૃતિ ફેલાવવા માટે “word Day of Remembrance" (વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ) મનાવવામા આવે છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લા કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના વડપણ હેઠળ જિલ્લાની તમામ કચેરીઓના અધિકારી/કર્મચારીઓ દ્વારા તા.૨૦ મી નવેમ્બર, ૨૦૨૨ (રવિવાર) ના રોજ સવારે ૧૧ વાગ્યે પોતપોતાની કચેરીઓમા, માર્ગ અકસ્માતોમા મૃત્યુ પામેલા મૃતકો માટે બે મિનિટનુ મૌન પાડી, રોડ સેફ્ટી અને ટ્રાફિકના નિયમોના પાલન માટે શપથ ગ્રહણ કર્યા હતા.
Comments
Post a Comment