ડાંગ જિલ્લા કોંગ્રેસ મા ગાબડું, બરડીપાડા વિસ્તાર ના પીઢ કોંગ્રેસી નેતા સ્વ. રમણભાઈ કુંવર નો પુત્ર મિહિરભાઈ રમણભાઈ કુંવર ભાજપા ની કંઠી પહેરી લેતા રાજકીય હલચલ વધી જવા પામ્યો છે.
ડાંગ જિલ્લા કોંગ્રેસ મા ગાબડું, બરડીપાડા વિસ્તાર ના પીઢ કોંગ્રેસી નેતા સ્વ. રમણભાઈ કુંવર નો પુત્ર મિહિરભાઈ રમણભાઈ કુંવર ભાજપા ની કંઠી પહેરી લેતા રાજકીય હલચલ વધી જવા પામ્યો છે.
હાલ ડાંગ જિલ્લા 173 વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારી વચ્ચે ભારતીય જનતા પાર્ટી ના સૌનો સાથ સૌનો વિકાસ ના મન્ત્ર ને લોકો આવકારી રહ્યા છે, ગત વિધાનસભા ની પેટા ચૂંટણી મા કોંગ્રેસ ના ખમતીઘર નેતાઓ સાગમટે ભાજપા નો કેસરિયો ધારણ કરી લેતા ભાજપા ના લોક લાડીલા ધારાસભ્ય ના ઉમેદવાર વિજયભાઈનો જલ્લવન્ત જીત થઈ હતી.આ સાથે જ 2022 ની વિધાનસભા ચૂંટણી ટાણે વિજયભાઈ પટેલની ડોર ટુ ડોર મુલાકાત અને સભાઓને વ્યાપક જન સમર્થન મળી રહ્યો છે. સોમવારે સુબીર અને વઘઇ તાલુકાના ગ્રામ પંચાયત ના ગામોની મુલાકાત દરમિયાન બરડીપાડા ગામના પીઢ કોંગ્રેસી નેતા સ્વ્.રમણભાઈ કુંવર ના પુત્ર મિહિરભાઈ (વિક્કી )કુંવરે ભાજપના વિકાસ સાથે જોડાઈ કોંગ્રેસ ને રામ રામ કરતા કોંગી આલમ મા ખળભળાટ મચી જવા પામ્યો છે.સોમવારે વિજયભાઈ પટેલ, મંગળ ગાંવિત, રાજેશ ગામીત, બુધુભાઈ કામડી, વિનેશ ગાંવિત,હરિરામ સાવંત,સુરેશભાઈ ચૌધરી ની ટીમે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર થી લોકોનો ઠેર ઠેર ભવ્ય આવકાર મળી રહ્યો છે.
Comments
Post a Comment