બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ઉપર યુનિવર્સીટી મહિલા ફૂટબોલ ટીમ ની પસંદગી યોજાઇ...

બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ઉપર યુનિવર્સીટી મહિલા ફૂટબોલ ટીમ ની પસંદગી યોજાઇ
સરદાર ન્યૂઝ આકાશ રાઠોડ-બારડોલી

આગામી ડિસેમ્બરમાં પ્રથમ સપ્તાહમાં ગ્વાલિયર મુકામે યોજનારી ઇન્ટર યુનિવર્સિટી મહિલા ફૂટબોલ હરીફાઈ માટે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી ની મહિલા ખેલાડીઓની ટીમ ની પસંદગી માટે બારડોલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ ઉપર સિલેક્શન કેમ્પ યોજાયો હતો.
દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ દસ કોલેજોની 34 મહિલા ખેલાડીઓ વચ્ચે પસંદગી યોજાતા કમિટીના ડોક્ટર મોહમ્મદ ધુપલી, ડોક્ટર મયુર પરીખ, પ્રોફેસર ચિરાગ દેસાઈ, યુનિવર્સિટી ડાયરેક્ટર ડેવીડ પોલ સેનેટ સદસ્ય મીનેશ નિઝામા તથા શારીરિક શિક્ષણના વિવિધ પ્રાધ્યાપકોએ સિલેક્શન કેમ્પમાં હાજર રહી મહિલા ફૂટબોલ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...