મહુવાનાં બારતાડ ગામે કરચેલીયાના પ્રેમી પંખીડાઓએ ફાંસો ખાઈ આપઘાત કર્યો....
મહુવાનાં બારતાડ ગામે કરચેલીયાના પ્રેમી પંખીડાઓએ ફાંસો ખાઈ આપઘાત કર્યો.
મહુવા પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મહુવા તાલુકાના કરચેલીયા મુકામે રહેતા બે પ્રેમી પંખીડાઓએ અગમ્ય કારણોસર બારતાડ ગામની સીમમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ લટકી જઇ મોતને વ્હાલું કર્યું હતું.
મહુવા તાલુકામાં બારતાડ મુકામે રહેતા ચંદ્રકાન્ત અર્જુનભાઇ પટેલ દ્વારા આપેલ ફરિયાદ મુજબ તેની પત્ની લીનાબેન ઉ.વ 44 હાલ રહે.કરચેલીયા કોળીવાડ, મૂળ રહે. પટેલ ફળિયું બારતાડને ગત બે વર્ષથી પોતાનાથી અડધી ઉંમરનાં પ્રેમી આરતીશભાઈ મોહનભાઇ પટેલ ઉ.વ 20 રહે. કોળીવાડ, કરચેલીયા સાથે પ્રેમ સંબંધ હતો. આજરોજ બન્ને પ્રેમી પંખીડા કોઈ અગમ્ય કારણોસર બારતાડ ગામે આવેલા ખંડાલ ફળિયાના ગૌચરની જમીનમાં બાવળના ઝાડ ઉપર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લટકી જઈને મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની પોલીસને જાણ કરાતા ભારે ચકચાર વચ્ચે પોલીસે લાશ નો કબ્જો લઈ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
Comments
Post a Comment