ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયુંમાંગરોળ બેઠક ઉપર પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે..

માંગરોળ વિધાનસભા બેઠક ઉપર આજે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થતા ભાજપ કોંગ્રેસ સહિત કુલ પાંચ પાર્ટી ના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે
સરદાર ન્યૂઝ:-દિપક પુરોહિત-મંગરોળ

માંગરોળ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ગણપતભાઇ વેસ્તાભાઇ વસાવા એ ઉમેદવારી પત્ર ના ચાર જેટલા સેટ રજૂ કરી ઉમેદવારી નોંધાવી હતી સાથે ભાજપના ડમી ઉમેદવાર તરીકે ભાજપના દીપકભાઈ અભેસિંગભાઈ વસાવા ઉમેદવારી પત્રના બે સેટ રજૂ કરી ઉમેદવારી નોંધાવી હતી જેમાં ગણપતભાઈ વસ્તાભાઈ વસાવા ભાજપ ના ઉમેદવાર તરીકે ફાઇનલ થયા છે કોંગ્રેસ પક્ષ તરફથી ડમી ઉમેદવાર વિના એકમાત્ર ઉમેદવારી પત્ર અનિલભાઈ સુમનભાઈ ચૌધરી ભર્યું હતું અને કોંગ્રેસ પક્ષનો મેન્ડેડ તેમને મળતા ઉમેદવાર તરીકે ફાઇનલ થયા છે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે સ્નેહલ કુમાર રામસિંગભાઈ વસાવા ને પક્ષ દ્વારા મેન્ડેડ મળતા ડમી ઉમેદવાર હેમંતભાઈ ફતેસિંગભાઈ વસાવા એ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપી ના સુભાષભાઈ કાનજીભાઈ વસાવા અને ડમી ઉમેદવાર તરીકે સતિષભાઈ બીપીનભાઈ ગામીતે ઉમેદવારી નોંધાવી હતી. સુભાષભાઈ કાનજીભાઈ વસાવા નો મેન્ડેડ હોવાથી તેમનું નામ ફાઇનલ કરાયું છે જ્યારે  સહદેવભાઈ મનહરભાઈ વસાવા ઝાંખરડા બહુજન સમાજ પાર્ટીની ટિકિટ ઉપર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે માંગરોળ બેઠક ઉપર પાંચ પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...