કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠક ઉપર આજે ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે તથા કોંગ્રેસ તરફ થી પ્રભાતસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યા
કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠક ઉપર આજે ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે તથા કોંગ્રેસ તરફ થી પ્રભાતસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યા...
સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
પંચમહાલ જિલ્લાની કાલોલ -૧૨૭ વિધાનસભા બેઠક ઉપર આજે ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે તથા કોંગ્રેસ તરફ થી પ્રભાતસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાજપના જાહેર થયેલા ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કાલોલ પહોંચ્યા હતા જ્યાં વાજતે ગાજતે તેઓએ ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી ને આપ્યું હતું.
તો બીજી તરફ કોંગ્રેસે પોતાના ઉમેદવાર ની જાહેરાત કરી નથી છતાં ભાજપને રામરામ કરી તાજેતર માં કોંગ્રેસ માં જોડાયેલા દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.
ભાજપ ના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ નું કાલોલ ભાજપે સ્વાગત કરી કાલોલ તાલુકા ના ભાજપના નેતાઓ પૂર્વ ધારાસભ્ય સુમાનબેન ચૌહાણ અને જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ને સાથે રાખી ડીજે સાથે ભવ્ય યાત્રા કાઢી મામલતદાર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું
Comments
Post a Comment