ડાંગ જિલ્લામાં આવનારી વિધાનસભાની ચૂંટણી સમય દરમિયાન શાંતીનો માહોલ જળવાય એ માટે પેરા મિલીટરી ફોર્સની ફ્લેગ માર્ચ યોજાઈ
આહવા ડાંગ જિલ્લાનાં મે.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રવિરાજસિંહ જાડેજા, નાઓ દ્વારા, ગુજરાત રાજ્ય વિધાનસભા ચુંટણી:-૨૦૨૨ ના અનુસંધાને, રાજ્ય ચુંટણી કમિશન દ્વારા ગુજરાત રાજ્યમાં થનાર ચુંટણી શાંતીપુર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને રાજ્યમાં ચુંટણી સમય દરમિયાન શાંતીનો માહોલ જળવાય રહે તે માટે રાજ્યમાં આપેલ પેરા મીલીટરી ફોર્સ સાથે આહવા-ડાંગ જિલ્લાને સી.આર.પી.એફ. ની ચાર કમ્પનીઓ ફાળવવામાં આવેલ છે.
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
મે.પોલીસ અધિક્ષક સાહેબશ્રી, આહવા-ડાંગ નાઓનાં માર્ગદર્શનથી અને નાયબ પોલીસ અધિક્ષક, આહવા વિભાગ, આહવા તથા નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) નાઓની સુચનાથી ડાંગ જિલ્લાનાં તમામ પો.સ્ટે વિસ્તારમાં વિધાનસભા ચુંટણી :- ૨૦૨૨ની લોકોમાં જાગ્રુતી રહે તેમજ ચુંટણી પ્રક્રીયા પારદર્શક અને શાંતીપુર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાને લગત કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે જિલ્લાની બોર્ડર ઉપર પેરા મિલીટરી ના જવાનો ને સાથે રાખી નાકા પોઇંટની ગોઠવણી કરી ગેરકાયદેસર થતી પ્રવ્રુત્તી ડામવા અસરકારક કામગીરી કરવામાં આવે છે તેમજ અલગ અલગ ગામોમાં પેરા મિલીટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચની કામગીરી કરવામાં આવે છે તથા જિલ્લાનાં સંવેદનશીલ વિસ્તારોમાં એરીયા ડોમીનેશનની કામગીરી કરવામાં આવે છે. ડાંગ જિલ્લાનાં લોકોમાં વિધાનસભા ચુંટણી :- ૨૦૨૨ ની ચુંટણી ખુબજ પારદર્શક રીતે સંપન્ન થશે અને મતદાતાઓ નિડર થઈ પોતાનાં મત નાં અધિકારનો ઉપયોગ કરશે તેવો જિલ્લા પોલીસ વડા દ્વારા વિશ્વાસ આપવામાં આવે છે.
Comments
Post a Comment