બારડોલી તાલુકાના મઢી ગામે બેડી ફળિયામાં જુગાર રમતા 6 ઝડપાયા....
બારડોલી તાલુકાના મઢી ગામે બેડી ફળિયામાં જુગાર રમતા 6 ઝડપાયા...
બારડોલી તાલુકાનાં મઢી ગામના બેડી ફળિયામાં કિશોરભાઈ ચૌધરીના ઘરની પાછળ જુગાર રમી રહેલા 6 લોકોને બારડોલી ગ્રામ્ય પોલીસે રંગે હાથ પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા અને મોબાઇલ ફોન મળી કુલ 15 હજાર 320 રૂપિયાના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી ગ્રામ્ય પોલીસે પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે કિશોરભાઈના ઘરના પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાના અંકો પર આવતા જતાં રાહદારીઓ પાસેથી પૈસા વડે જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે બારડોલી ગ્રામ્ય પોલીસની ટીમે સ્થળ પર છાપો મારી સંજય લાલસિંગ ચૌધરી (રહે બેડી ફળિયા, મઢી), સંજય સન્મુખ હળપતિ (સ્યાદલા, તા. વાલોડ), મિતેશ સેવકભાઈ ચૌધરી (રહે બેડીફળિયા, મઢી), રાહુલ દિનેશ હળપતિ (સ્યાદલા), અજય જીતુભાઈ હળપતિ (રહે સ્યાદલા), સંજય દિનેશ હળપતિ (રહે સ્યાદલા)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી ભૂરેખાન મહતાબ ખાન પઠાણ (રહે સુરાલી, તા. બારડોલી)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂ. 13 હજાર 320 અને મોબાઇલ ફોન કિંમત રૂ. 2000 મળી કુલ 15 હજાર 320 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
Comments
Post a Comment