બારડોલી વિધાનસભા માં ચકાસણીના અંતે 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગના એંધાણ...
બારડોલી વિધાનસભા માં ચકાસણીના અંતે 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગના એંધાણ
સરદાર ન્યૂઝ:-આકાશ રાઠોડ-બારડોલી
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા વિધાનસભા ચૂંટણી-2022 ના કાર્યક્રમ મુજબ આજરોજ ના વિવિધ ઉમેદવારોના નામાંકન પત્રો ચકાસણી ની અંતિમ અવધી સમાપ્ત થયા બાદ બારડોલી વિધાનસભા મતક્ષેત્રના ચૂંટણી અધિકારી અને પ્રાંત ડેપ્યુટી કલેકટર સ્મિત લોઢા દ્વારા જારી કરાયેલી અધિકૃત યાદી મુજબ કુલ 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે મુજબના એંધાણ જણાઈ રહ્યા છે.
વિવિધ નામાંકન પત્રો ની ચકાસણી બાદ મંજૂર રખાયેલા વિવિધ નામાંકન પત્રો પૈકી ભાજપા માંથી ઈશ્વરભાઈ ઉર્ફે અનિલભાઈ રમણભાઈ પરમાર, કોંગ્રેસ પક્ષમાંથી પન્નાબેન અનિલભાઈ પટેલ, બહુજન સમાજવાદી પાર્ટીમાંથી સુશીલાબેન રમેશભાઈ વાઘ, આમ આદમી પાર્ટીમાંથી રાજેન્દ્ર પ્રસાદ મગનલાલ સોલંકી તથા દિનેશભાઈ લલ્લુભાઈ રાઠોડ અને નિરવભાઈ જયંતીભાઈ માયાવંશી મળી કુલ બે અપક્ષ સાથે ટોટલ 6 ઉમેદવારો ના નામાંકન પત્રો ચકાસણી બાદ ઘ્રાહીય રખાયા હોવાનું જણાતા આવતીકાલે તારીખ 17 મી એ ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની અંતિમ સમય મર્યાદા બાદ ચૂંટણી જંગનુ ખરું ચિત્ર મળશે.
Comments
Post a Comment