કાલોલ તાલુકાના બોરૂગામ ખાતે આઠમાં તબક્કા સાથે " સેવા સેતુ " પહેલરૂપ વ્યવસ્થાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો .
કાલોલ તાલુકાના બોરૂગામ ખાતે આઠમાં તબક્કા સાથે " સેવા સેતુ " પહેલરૂપ વ્યવસ્થાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો .
સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
આજ રોજ કાલોલ તાલુકાના બોરૂ ગામ ખાતે પ્રજાના તેમજ સામૂહિક રજૂઆતોનો નિકાલ સ્થાનિક કક્ષાએ જ થઇ શકે અને સરકાર નાગરિક પાસે પહોંચી હકારાત્મક વલણ સાથે તેમની રજૂઆતો ઉકેલે તેમજ યોજનાકીય લાભો ઉપલબ્ધ બનાવે તેવા સેવાભાવ સાથે ' સેવા સેતુ ' પોગ્રામ રાખી પ્રજાની પાસે પહોંચી , પ્રજાની તેમજ સામૂહિક રજૂઆતોનો સ્થળ ઉપર નિકાલ કરવાની વ્યવસ્થાની પહેલ સાથે કાલોલ તાલુકાના બોરૂ ગામે તેમજ આજુ બાજુના ગામડાઓના વ્યક્તિલક્ષી યોજનાકીય લાભો અને રજૂઆતો માટે સેવા સેતુ પહેલરૂપ વ્યવસ્થાનું આયોજન રાખવામાં આવેલ છે
સાથે સાથે આજુ બાજુના ગામડાના સ્થાનિક ઓને સેવા સેતુનો લાભ મળી રહે તે હેતુને લઈ આ કાર્યકર્મ યોજવામાં આવ્યો છે સ્થાનિક અને ગામડાઓ લોકોને તાલુકા કચેરી મામલતદાર ખાતે જવુંના પડે અને પોતાના ગામ માંજ પોતાને આવકનો દાખલો , નોન ક્રિમીલિયરનો દાખલો , આધાર કાર્ડને લગતી કામગીરી , રેશનકાર્ડને લગતી કામગીરી , જાતિનો દાખલો , નિરાધાર વૃદ્ધ તેમજ વિધવા પેનશન , આયુષ્યમાન કાર્ડ , મેડિકલ રાજય સરકાર ની યોજનાની અમલવારી સાથે અધિકારીઓ દ્વારા ઝડપથી નિકાલ કરી શકાય તે માટે પ્રજાની લાગણી , માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા તાલુકા કક્ષાનો સેવા સેતુનો કાર્યક્રમ આજે કાલોલ તાલુકાના બોરૂ ગામે રાખવામાં આવેલ છે
Comments
Post a Comment