સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ગાય પગલાં મંદિર ટ્રસ્ટ દ્વારા ગાય પગલાં ખાતે સુરત શહેર અને જિલ્લાની જીવાદોરી “સુર્યપુત્રી” તાપી માતાની સાલગીરીની ભકિતભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી...

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી  અને ગાય પગલાં મંદિર ટ્રસ્ટ દ્વારા ગાય પગલાં ખાતે સુરત શહેર અને જિલ્લાની જીવાદોરી “સુર્યપુત્રી” તાપી માતાની સાલગીરીની ભકિતભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી...

સરદાર ન્યૂઝ:-કામરેજ
ખળ ખળ વહેતી તપીને શત શત વંદન

અષાઢ સુદ સાતમ એટલે સૂર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ. દર વર્ષની જેમ આ વર્ષે પણ માં તાપીનો જન્મ દિવસ શહેરીજનોએ ખાસ પૂજા અર્ચના કરી ભકિત ભાવપૂર્ણ રીતે ઉજવ્યો હતો. રસપ્રદ વાત છે કે, તાપી એકમાત્ર એવી નદી છે જેનો જન્મદિવસ ખૂબ શ્રદ્ધાથી મનાવવામાં આવે છે.
શહેર અને જિલ્લા માં ભકિતભાવપૂર્ણ ઉજવણી થઈ હતી. ગાય પગલાં તાપી ઓવારા ખાતે  સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ગાય પગલાં મંદિર, દત્ત ભક્ત મંડળ દ્વારા  ૮૯૯ મીટરની ચુંદણી અર્પણ કરવામાં આવી હતી. 
         ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપી સ્મરણે. કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી કે નર્મદા નદીના પાણીના સ્પર્શથી જેટલું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય તાપીના સ્મરણ માત્રથી મળે છે. 
          મધ્યપ્રદેશનાં સાતપુડા પર્વતમાળામાંથી નીકળી સુરતના મેદાનો થઈ મહારાષ્ટ્ર અને ગુજરાતની સાતપુરા ટેકરીઓ થકી ખાનદેશના ઉચ્ચપ્રદેશમાં વહી અંતે અરબી સમુદ્રમાં ભળી જાય છે. તાપી નદી તરીકે ઓળખાતી તાપી લગભગ ૭૨૪ કી.મીની લંબાઈ અને ૩૦,૦૦૦ ચો.કિ.મી.માં ફેલાયેલી એકમાત્ર પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી નદી છે.
આ પ્રસંગે બારડોલી ના સાંસદ પ્રભુ ભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ સંદિપ ભાઈ દેસાઇ, મહામંત્રી યોગેશ ભાઈ પટેલ, દીપક ભાઈ વસાવા, ગાય પગલાં મંદિર
ટ્રસ્ટ ના પ્રમુખ ભીખુ ભાઈ દેસાઇ, દત ભક્ત મંડળ ના નરેશ ભાઈ દેસાઇ ( બાબલા મામા), ગુણવંત ભાઈ દેસાઇ, વિપુલ ભાઈ દેસાઇ, જીમી ભાઈ દેસાઇ, પ્રદેશ મીડીયા વિભાગ સદસ્ય તેજસ વશી, જય દત્ત ભાઇ દેસાઇ,  દીપક ભાઈ પટેલ ( મંત્રી),  દિલીપ સિંહ રાઠોડ, હર્ષદ ભાઈ વસાવા, કમલેશ પટેલ, કામરેજ તાલુકા બીજેપી પ્રમુખ  બળવંત ભાઈ પટેલ , મહામંત્રી કોશલ પટેલ, હિરેન પટેલ, તથા દત્ત ભક્ત મંડળ. ગાય પગલાં ટ્રસ્ટ ના, હોદેદારો, મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા...

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...