મોટો નિર્ણય / ગુજરાતમાં ક્યાંય પણ દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો આ નંબર પર મોકલી દો માહિતી...

દારૂ-જુગાર અટકાવવા કડક કાર્યવાહી
પોલીસ સોશિયલ મીડિયાના સહારે
વોટ્સએપ નંબર પર માહિતી મોકલો
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નંબર જાહેર કરાયો...
ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટેગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે...
ત્યારે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ દારૂ અને જુગાર સહિતની બદી નાથવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલે સોશિયલ મીડિયાની મદદ લીધી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ પોલીસે દારૂ-જુગાર સહિતની બદી નાથવા માટે પોલીસે 9978934444 વોટ્સએપ નંબર જાહેર કર્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમારી સોસાયટીમાં કે આસપાસમાં જો દારૂની હેરફેર કે ખરીદ વેચાણ, સાર્વજનિક સ્થળોમાં દારૂ પીને ઉપદ્રવ કરવો, જુગાર-સટ્ટા જેવી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય તો 9978934444 નંબર પર માહિતી આપવા અપીલ કરી હતી. જેમાં પોલીસે જાહેર કરેલા 9978934444 નંબર પર ગેરકાયદેસર થતી પ્રવૃત્તિને અટકાવવા માટે ફોટો, વીડિયો, માહિતી મોકલવાને નાગરિકોને અપીલ કરી હતી.માહીતી આપનાર નંબરની ઓળખ ગુપ્ત રાખવાની એસપીએ ખાતરી આપી છે. જેના કારણે ગુનાહિત પ્રવૃતિ અટકશે.


Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...