વાલક પાટિયા પાસે હત્યા બાદ સળગાવી દેવાયેલી લાશનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો...

પત્ની સાથે સંબંધ બાંધવાની જીદ કરતાં હલકટ મિત્રની હત્યા કરાઈ હત્યામાં નહિ પકડાતાં માતાજીની બાધા પૂરી કરીને આવતો હતો અને પકડાયો...

સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
શહેરના છેવાડે વાલક પાટિયાલાશ પાસે શેરડીના ખેતરમાંથી શ્રમજીવી યુવકની ગળું દબાવી તથા માથે પથ્થર મારી હત્યા કર્યા બાદ પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ચકચારી ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર નાના વરાછાના પવન સુરેશ સોલંકીની ધરપકડ કરી હતી. 
મૃતક સુમિત ૫રમાર આરોપીનો મિત્ર હતો અને તેની પત્ની સાથે સંબંધ બાંધવા દેવા માટે દબાણ કરતો હોઇ પતાવી દીધો હતો.
ગત ૨૪મી માર્ચની ગુરુવારે સાંજે ૭ વાગ્યે વાલક પાટિયા પાસે નિર્માણાધીન મેટ્રો ટ્રેનના રેલવે ટ્રેકને અડીને આવેલા શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકની સળગી ગયેલી મળી આવી હતી. યુવકની લાશ ૮૦ ટકા બળી ગઇ હતી. રેલવે ટ્રેકના પાળા પર લોહીના ડાઘા પડેલા હોય શ્રમજીવીને માર મારી લાશ સળગાવી દેવાઇ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન વચ્ચે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર લલિત વાગડિયા અને સબ ઇન્સ્પેક્ટર કે.એ. સાવલિયાની ટીમે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી નાના વરાછા શક્તિ વિજય સોસાયટીમાં રહેતા અને જૂના કપડાની લે-વેચ કરતા પવન સુરેશ સોલંકીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં જ મૃતકનું નામ સુમિત સુરેશ પરમાર ખૂલ્યું હતું.બંને એકબીજાના મિત્ર હતા, પરંતુ એક મહિના પહેલાં આરોપી પવનના ઘરે પહોંચી ગયો હતો અને તેની પત્નીની છેડતી કરી અઘિટત માંગણી કરી હતી. જેને લઇને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. હત્યાના દિવસે બંને મૃતકને બાઇક ઉપર બેસાડી વાલક પાટિયા પાસે નાસ્તો કરવા આવ્યો હતો.અહીં પવનને તેની પત્ની સાથે સંબંધ બાંધવા દેવાની નિર્લજ્જ બની જ માંગણી કરતાં પવને ત્યાં જ સુમિતનું ગળું દબાવી અર્ધબેભાન કરી માથામાં ઉપરા ઉપરી ત્રણ વખત પથ્થરના ઘા મારી રહેંસી નાંખ્યો હતો અને ડેડબોડીને ઝાડીમાં ફેંકી દીધી હતી.

ચેન પડયું ન હતું પાછળથી ભાડો ફુટી જશે તેવા ડરવચ્ચે મળસ્કે ચાર વાગ્યે બાટલીમાં પેટ્રોલ એવી ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તેને સળગાવી દીધી હતી હત્યા બાદ પોલીસ આરોપીને નહિ પકડે તે માટે વીરપુરની માતાના દર્શન ની બાધા રાખી હતી ઘટના બાદ પણ પોલીસ આરોપી સુધી ન પહોંચતા આરોપી બાધા પૂરી કરવા વીર પુર પહોંચી ગયો હતો અને પણ આવ્યો નહીં પોલીસે તેને ઝડપી પાડ્યો જોકે સમગ્ર મામલામાં મૃતક પાસેથી પોલીસને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.આ પોણા બે દિવસે રાખડી હીરાબાગ નો ચોરી થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું ચોરીની જગ્યાના સીસીટીવીમાં ચોરી કરનાર શખ્સ દેખાયો હતો અને મરનાર યુવક કે પહેલા ટેન્ડર એકસરખા દેખાતા હતા જેને લઈને પોલીસે પ્રથમ મરનાર યુવકની ઓળખ કરી હતી બીજી તરફ વાલક પાટીયા થી વરાછા સુધી મળી તે પહેલા દિવસના સિટીની ચેક કરતા ના સેન્ડલ પહેરેલ વ્યક્તિ એક બાઇક પાછળ બેઠેલા દેખાયો હતો જોકે પોલીસે બાઈક નંબર એડ કરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...