મહુવા તાલુકાના કાછલ ગામે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા સરકારી શિક્ષણ મહા વિદ્યાલય ખાતે વાર્ષિક ઉત્સવ અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો...
કાછલ કોલેજ ખાતે આજરોજ વાર્ષિક ઉત્સવ અને ગર્લ્સ હોસ્ટેલ નું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોળીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું...
રિપોર્ટર- નિલયભટ્ટ ,મહુવા સુરત
કાછલ કોલેજ ખાતે વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓ નો અનેરો ઉત્સાહ જોવાં મળ્યો હતો ધારાસભ્ય મોહનભાઈ નું સ્વાગત તુર વગાડી કરવામાં આવ્યું હતું
ગર્લ્સ હોસ્ટેલ ના લોકાર્પણ બાદ ધારાસભ્ય એ વાર્ષિક ઉત્સાવ માં હાજરી આપી હતી
વાર્ષિક ઉત્સવ માં આવેલ મહેમાનો નું સ્વાગત કોલેજ ના પ્રિન્સિપાલ હેતલબેન ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવમાં તૂરનૃત્ય , ગામીત નૃત્ય , ગરબા , દેશ ભક્તિ ગીત , ક્લાસિકલ ડાન્સ , બૉલીવુડ ડાન્સ , વગેરેમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો
આખા વર્ષ દરમિયાન પ્રવૃત્તિ માં અવ્વલ આવેલ વિદ્યાર્થીઓ ને ધારાસભ્ય ના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા .
આ કાર્યક્રમમાં કાછલ ગામના સરપંચ કલ્પનાબેન ચૌધરી આરોગ્ય અધ્યક્ષ જીનેશ ભાવસાર તેમજ અન્ય સાથી ગણો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment