ગોડાદરા મહારાણા પ્રતાપ ચાર રસ્તા વિસ્તારમાં રહેતી ધો-૧૨ની સગીર વિદ્યાર્થીનીને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો...
યુવકે લગન્ કરવાની લાલચ આપી વિદ્યાર્થીની સાથે તેની મરજી વિરુધ્ધ ચારેક વખત શારીરીક સંબંધો બાંધ્યા હતા તે દરમ્યાન વિદ્યાર્થીનીને ત્રણ માસનો ગર્ભ રહી ગયો હતો..
ગર્ભવતી બનતા ટેન્શનમાં આવીને વિદ્યાર્થીનીઍ હાલમાં ચાલતી ધો-૧૨ના બોર્ડની પરીક્ષાના બે પેપર પણ આપ્યા ન હતા. આખરે બનાવ અંગે ગતરોજ પોલીસમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી પ્રેïમીને અટકમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોડાદરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મહારાણા પ્રતાપ ચાર રસ્તા રૂષિનગર સોસાયટીમાં રહેતા શક્તિ અનિરૂધ્ધ યાદવઍ નજીકમાં રહેતાï ધો-૧૨માં અભ્યાસ કરતી ૧૬ વર્ષી?ય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી હતી ત્યારબાદ બંને જણા ઍકબીજા સાથે વાતો કરતા પ્રેમસંબંધ થયો હતો. શક્તિઍ વિદ્યાર્થીનીને લગન્ કરવાની લાલચ આપી નવેમ્બર ૨૦૨૧ થી ૩૦ માર્ચ ૨૦૨૨ દરમ્યાન અલગ અલગ જગ્યાઍï મળવા માટે બોલાવી તેની મરજી વિરુધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા. હાલમાં ધો-૧૨ના બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમ્યાન સગીરાને ગત તા ૩૦મીના રોજ ઉલ્ટીઅો થવા લાગ્યા તેના માતા પિતા તેને સારવાર માટે ખાનગી દવાખાને લઈ ગયા હતા ત્યાં સગીરાને ત્રણ માસનો ગર્ભ હોવાનુ બહાર આવતા સગીરા સહિત પરિવારના પગતળે જમીન ખસી ગઈ હતી.
ગર્ભવતી બનતા સગીરા ઍકદમ નરવસ થઈ ટેન્શનમાં આવી ગઈ હતી અને ટેન્સનમાં તેણીઍ બોર્ડની બે પરીક્ષા પણ આપી ન હતા.ï પરિવારïજનો દ્રારા ગઈકાલે નવી સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા હતા ત્યાં પણ તે ગર્ભવતી હોવાનુ બહાર આવતા આખો મામલો પોલીસ સુધી પહોîચ્યો હતો. સગીરાને તેના માતા પિતાઍ પુછપરછ કર્યા બાદ ગતરોજ શક્તિ યાદવ સામે ફરિયાદ નોઁધાવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી શકિત યાદવને અટકમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Comments
Post a Comment