પાંડેસરામાં ૩૪ વર્ષીય યુવાને પુત્રી સાથે રમતી પાંચ વર્ષીય બાળકીને હવસનો શિકાર બનાવી હતી....

પત્નીને પાંચમો ગર્ભ રહેતાં તે ચાર મહિનાથી સંતાનોને લઈને વતન ડિલિવરી માટે ગઈ હતી....

સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત

એકલા રહેલા દિનેશ ઉપર હવસનું ભૂત સવાર થતાં તે ગલીમાં રમતી આ બાળકીને ઉઠાવી ગયો હતો....
ચાર સંતાનો બાદ પાંચમી વખત ગર્ભ રહેતાં ચાર મહિનાથી વતન ગયેલી પત્નીની ગેરહાજરી વચ્ચે હવસનો કીડો સળવળતાં પાંડેસરામાં ૩૪ વર્ષીય યુવાને પુત્રી સાથે રમતી પાંચ વર્ષીય બાળકીને હવસનો શિકાર બનાવી હતી. કે આપવાના બહાને ઘરે લઇ જઇ બાળકી સાથે બળાત્કાર ગુજારવાની શનિવારે બનેલી ઘટનાને પગલે દોડતી થયેલી પાંડેસરા પોલીસે હવસખોર દિનેશ પ્રજાપતિને ઝડપી લીધો હતો. 
સુરત માં સતત બાળકી સાથે ની દુસ્કરમ ઘટના સામે આવી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે પાંડેસરા પત્રકાર કોલોની વિસ્તાર નજીક આવેલી એક ચાલીમાં રહેતા ઉત્તર પ્રદેશના વતની પરિવારની પાંચ વર્ષીય પુત્રી શનિવારે રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં ઘરે આવી હતી ત્યારે રડતી આવી હતી. પોતાની સાથે નજીકની ચાલીમાં રહેતા દિનેશ મદારીલાલ પ્રજાપતિએ ગુપ્ત ભાગે અડપલાં કરી ગંદુ કામ કર્યું હોવાનું જણાવતાં માતા ગભરાઇ ગઇ હતી. ત્વરિત તેણે પતિને જાણ કરવાની સાથે જ પોલીસને પણ જાણ કરતાં ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની સાથે આરોપીને પણ દબોચી લીધો હતો. બાળકીના જણાવ્યા પ્રમાણે આ અંકલ તેને કેળાં અપાવવાના બહાને રાત્રે સવા આઠેક વાગ્યાના અરસામાં ધર પાસેથી અપહરણ કરીને ઘરે લઇ ગયા હતા અને બળાત્કાર ગુજાર્યો હતો.  પોલીસે આરોપીને દબોચ લઈ ધોલાઈ કરતાં કારખાનામાં નોકરી કરતો દિનેશ પ્રજાપતિ ચાર સંતાનોનો પિતા છે. પત્નીને પાંચમો ગર્ભ રહેતાં તે ચાર મહિનાથી સંતાનોને લઈને વતન ડિલિવરી માટે ગઈ હતી. એકલા રહેલા દિનેશ ઉપર હવસનું ભૂત સવાર થતાં તે ગલીમાં રમતી આ બાળકીને ઉઠાવી ગયો હતો. આ બાળકી હવસખોરની જુ પુત્રીઓ સાથે રમતી હોઈ તેને ઓળખતી હતી જેથી કેળાં અપાવવાના બહાને અપહરણ કરવામાં સરળતા રહી હતી. પોલીસે અપહરણું અને બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...