વડોદરા શહેરના પ્રતાપનગર બ્રીજ નજીક આવેલી અલ્પના ટોકિઝનો કેટલાક માથાભારે શખ્સોએ પડદો ફાળી નાખ્યો....

વડોદરા શહેરના પ્રતાપનગર બ્રીજ નજીક આવેલી અલ્પના ટોકિઝની ઘટના....

સરદાર ન્યૂઝ:-વડોદરા
કેટલાક માથાભારે શખ્સોએ પહેલા તો ટોકિઝમાં તોડફોડ કરી અને બાદમાં પડદો પણ ફાળી નાખ્યો.
ફિલ્મનો શો બંધ થતાં ટોકિઝ સંચાલકો દ્વારા તમામ દર્શકોને ટિકીટની રકમ પરત કરવા પડ્યાં..
KGF અને ત્યારબાદ તાજેતરમાંજ રિલીઝ થયેલી KGF Chapter 2 ફિલ્મને ભારે પ્રતિશાદ મળી રહ્યો છે. આ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. ત્યારે વડોદરા શહેરની જાણીતી ટોકિઝ અલ્પનામાં આ ફિલ્મનો શો ચાલી રહ્યો હતો. આ દરમિયાન શુક્રવારની મોડી રાતે ફિલ્મના છેલ્લામાં ઘૂસી આવેલા કેટલાક માથાભારે શખ્સોએ ભારે ધમાલ મચાવી તોડફોડ કરી અને ત્યારબાદ ટોકિઝનો પડદો ફાળી નાખી ફરાર થઇ ગયા હતા.

શહેરના મોટાભાગના મલ્ટીપ્લેક્સમાં KGF Chapter 2 ફિલ્મ જોવા મળી રહીં છે. મલ્ટીપ્લેક્સના જમાનામાં વડોદરામાં આજે પણ ટોકિઝમાં ફિલ્મ જોવાવાળો એક વર્ગ હયાત છે. જેથી ફિલ્મ જોવા માટે તેઓ આજે પણ મલ્ટીપ્લેક્સ ને બદલે સિંગલ પડદા વાળી ટોકિઝમાં જાય છે. જેમા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલી અલ્પના ટોકિઝમાં લાગેલી KGF Chapter 2 ફિલ્મના નાઈટ શોમાં મોટી સંખ્યામાં દર્શકો આવી પહોંચ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...