સમાધાન કરી ધમકી આપતા યુવાન ની મહારાષ્ટ્ર થી હત્યા કરી ભાગી આવેલા ત્રણ આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા...
હત્યા કરનાર આરોપીઓ ના પોસ્ટર મહારાષ્ટ્ર પોલીસે વાઇરલ કરતાં આરોપીઓ દ્વારા તપાસ અધિકારીને ફોન કરી ધમકી આપવામાં આવી હતી...
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
ડુમસ ખાતે ત્રણ આરોપીઓને પકડી પાડી સુરત ક્રાઇમ બ્રાન્ચ એ મહારાષ્ટ્ર પોલીસના હવાલે કર્યા
મહારાષ્ટ્રના બિલ જિલ્લામાં ચંપલ ની દુકાન ના માલિક બ્રેસલેટ વેચવા આપ્યા બાદ તે વેચીને તેના પૈસા નહીં આપી અવારનવાર ઝઘડો કરતા આ બાબતે સમાધાન બાદ પણ અવારનવાર ધમકી આપતા દુકાન માલિકની હત્યા કરી ત્રણ જેટલા આરોપીઓ સુરત ખાતે ભાગી આવ્યા હતા જોકે આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે પોસ્ટર બનાવી વાઈરલ કરતા તપાસ અધિકારીને ફોન કરીને જ મારી નાખવાની ધમકી આપતા આરોપીઓને પોલીસે સુરત પોલીસની મદદથી ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ દ્વારા સતત ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવાની કામગીરી કરવામાં આવી ગઈ છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના બીડ જિલ્લાના વૈરાગ પોલીસ સ્ટેશનમાં 4 એપ્રિલના દિવસે ચારેક વાગ્યાના અરસામાં એક હત્યાને અંજામ આપીને આરોપીઓ સુરતના ડુમસ ખાતે સંતાયા હોવાની વિગત મહારાષ્ટ્ર પોલીસે સુરત પોલીસને આપતા સુરત પોલીસે ગણતરીના કલાકમાં આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી જોકે પકડાયેલા આરોપીઓએ વિઠ્ઠલ કામળેની સોલાપુર રોડ ઉપર આવેલ ચંપલની દુકાનમાં હરી મોહન કેકડે નાઓને તેના સાથીદારો જુબેર શેખ મીથુન સાળવે અને અકીલ શેખ નાઓએ સોનાનુ બ્રેસલેટ વેચવા માટે આપ્યું હતું. તે બ્રેસલેટ વેચીને હરી રોકડા રૂપિયા નહી આપ્યા અને બ્રેસલેટ પણ પરત નહીં આપતો હોવાથી તેઓ વચ્ચે ઝઘડો ચાલતો હતો. ઝઘડામાં મરણ જનાર સચીન મહાદેવ પવાર નાઓએ સમાધાન કરાવી છુટા પાડેલ અને તેઓને ધમકી આપેલ કે તમારી ટોળકીનું નામ પોલીસમાં કહી તમારી ટોળકીનો ભાંડો ફોડી નાંખીશ તેવી ધમકી આપી પી હતી જેની અદાવત રાખીને હરી કેકડેના કહેવા મુજબ જુબેર શેખ, મીથુન સાળવે અને અકીલ શેખ નાઓએ દુકાનમાં મરણ જનાર સચીન મહાદેવ પવાર ઉપર લાકડાનો ફટકો તથા ધારદાર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ફરીયાદીની ડ્રીમ યુગા મોટર સાયકલ જેની કિંમત રૂ .15000- ની મતાની લઇ નાસી જઇ ગુનો કર્યા હોવાની ફરીયાદ આપતા તે અંગે બીડ જિલ્લાના વૈરાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. તે ગુનામાં હરી મોહન કેકડે સ્થળ ઉપરથી પકડાઇ ગયેલ અને જુબેર શેખ મીથુન સાળવે અને અકીલ શેખ નાઓ નાસી ગયેલ હતા. જોકે આરોપીઓને પકડવા માટે પોલીસે આરોપીઓના પોસ્ટર બનાવીને વાયરલ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ ઉત્તર પહેલા તપાસ અધિકારીને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની કબૂલાત પોલીસ પૂછપરછ કરી હતી પકડાયેલા આરોપીઓને સુરત પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે મહારાષ્ટ્ર પોલીસના હવાલે કર્યા છે
Comments
Post a Comment