મહુવા તાલુકાના દેદવાસણ ગામે આવેલ જલારામબાપા ના મંદિરે રામયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું

શ્રી વિષ્ણુના સાતમાં અવતાર શ્રીરામ જન્મ પ્રીત્યર્થ શ્રી રામનવમી ઊજવે છે.

સરદાર ન્યૂઝ:-મહુવા
ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. ઘણાં રામમંદિરમાં ચૈત્ર સુદ એકમથી નવ દિવસ આ ઉત્સવ ઊજવવામાં આવે છે. રામાયણના પારાયણ, કથાકીર્તન તથા રામમૂર્તિના વિવિધ શ્રૃંગાર કરીને આ ઉત્સવ ઊજવવામાં આવે છે.
આ દિવસે પ્રભુ શ્રીરામનું વ્રત કરવાથી સર્વ વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે તેમ જ બધાજ પાપોનું ક્ષાલન થઈને અંતમાં ઉત્તમલોકની પ્રાપ્તિ થાય છે.
આમ આખા દેશમાં શ્રીરામ  નવમી ઉજવવામાં આવે છે ત્યારે મહુવા તાલુકાના દેદવાસણ ગામે આવેલ જલારામબાપા ના મંદિરમાં  રામનવમી નિમિતે રામયજ્ઞ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તો એ  ભક્તિભાવ સાથે  ભગવાન શ્રી રામની પૂજા આરાધના કરી હતી સાથે  મહાપ્રસાદી નું આયોજન કરી  ધૂમધામ પૂર્વક રામનવમી ની ઉજવણી કરી હતી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...