ઘરે થી નીકળી ગયેલા પરણિતા ને સમજાવી સબંધી ને સોંપતા અભયમ ટીમ બારડોલી...
ગત રોજ બારડોલી ગાર્ડન પાસે એકલી ગુમસુમ બેસી રહેલ યુવતી ને મદદરૂપ બનવા ના આશય થી એક ત્રાહિત વ્યકિત એ 181મહિલા હેલ્પ લાઇન મા કોલ કરતા અભયમ રેસક્યૂ ટીમ બારડોલી સ્થલ પર પહોચી માહિતી મેળવતા બાળકો અને પતિ ને મુકી મિત્ર સાથે ભાગી આવેલ પરણિતા નું અસરકારક કાઉન્સિલગ કરી પતિ અને બાળકો પાસે પરત ફરવા સંમત કરી હતી...
સરદાર ન્યૂઝ:-બારડોલી
મળતી માહિતી મુજબ કીમ પાસે રહેતી પરિણીતા જસમીના ને બે બાળકો છે જે ફેક્ટરી મા કામ કરે છે સાથી કર્મચારી સાથે મિત્રતા થતા અવાર નવાર મળતાં, રિસેસ ના સમયે સાથે લંચ કરતા જેથી એકબીજા વચ્ચે લાગણી થતા બને સાથે રહેવા ઘરે થી નીકળી ગયેલા સામેના ના મિત્ર ને પણ એક બાળક છે જેઓ એ બારડોલી ગાર્ડન મા દીવસ દરમીયાન સાથે રહ્યા હતાઃ પુરુષ મિત્ર નું બાળક ઘરે બિમાર હોય બે ત્રણ સમયે મોબાઇલ આવેલ અને ઘરે બોલાવેલ જેથી ઘરે નીકળી ગયેલ મોડી સાંજ સુધી પરત ના આવતા જસમિના ચિંતા મા હતી તેણે મોબાઇલ મા કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરેલ પરંતું મોબાઇલ સ્વિચ ઓફ આવેલ આ દરમીયાન કોઈ થર્ડ પાર્ટી એ અભયમ ને કોલ કરેલ.
અભયમ ટીમે તેની પૂછ પરચ કરતા તેણી એ સાચી માહિતી આપેલ નહિ તેનાં પર્શ માથી આધારકાર્ડ અને તેનાં પતિ નો કોન્ટેક્ટ નંબર મળતાં તેના પતિ સાથે વાત કરતા તેમણે જણાવેલ કે બે દીવસ થી ઘરે આવેલ નથી જેથી તે ચિંતા મા છે તેને નજીક મા રહેતા માસી ને સોપવા વિનતી કરેલ તેઓ કીમ મૂકવા આવશે તેમ જણાવેલ.
અભયમ ટીમે તેનુ અસરકાર કાઉન્સિલગ કરી સુખી લગ્ન જીવન મા આ રીતે બરબાદ ના કરી શકાય સાથે કામ કરવાથી લાગણી અને મિત્રતા થઇ સકે પરતું આ રીતે નિકલી જવું યોગ્ય નથી સામે પક્ષે પણ એક બાળક નો પિતા છે જે ફ્કત શારીરિક સબંધ રાખવા માગે છે આ અવિચારી નિર્ણય થી બે પરિવાર પાયમાલ
થઇ સકે આમ તેને સાચું માર્ગદર્શન આપતાં તેણે પોતાની ભુલ કબૂલી હતી અને બાળકો અને પતિ સાથે પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરતા તેનાં માસી ને સોંપવામાં આવેલ.
આમ અસરકારક કાઉન્સિલગ દ્વારા ઘરે થી નીકળી ગયેલા પરણિતા ને પરિવાર પાસે પરત ફરવા તૈયાર કર્યા હતા.
Comments
Post a Comment