સમગ્ર રાષ્ટ્ર સહિત સુરત શહેર અને જિલ્લાભરની પ્રાથમિક શાળાઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો....

ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલયનાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા છેલ્લા ચાર વર્ષથી 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે....
જેના સંદર્ભે આજે 1લી એપ્રિલ 2022 નાં રોજ સવારે 11 : 00 કલાકે તાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની હાજરીમાં વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.
સદર કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પસંદગીની શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો.
કાર્યક્રમ સંદર્ભે જિલ્લાભરની શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, એસએમસી સભ્યો, વાલીજનો, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતનાં સદસ્યો, ગામનાં સરપંચો તથા અધિકારી-પદાધિકારીઓએ આગોતરી જાણ મુજબ નિયત સમયે સદર વાર્તાલાપનું સીધુ પ્રસારણ નિહાળ્યું હતું. 
 આ કાર્યક્રમ નિહાળવા તથા શાળા પરિવાર અને ગ્રામજનોને પ્રોત્સાહિત કરવા રાજ્યકક્ષાનાં કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશભાઈ પટેલ ઓલપાડ તાલુકાની સરોલી પ્રાથમિક શાળા ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમની સાથે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત ગામનાં સરપંચ શ્રીમતી સ્મિતાબેન પટેલ, રાકેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં સહર્ષ જોડયા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...