એનસીસી ની 5 ગુજરાત બટાલીયન દ્વારા તાપી સફાઈ નુંઅભિયાન શરૂ કરાયું....
ગતરોજ પુનીત સાગર અભિયાન જેનું સમગ્ર ભારતમાં ૧ એપ્રિલથી ૫ એપ્રિલ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું....
સરદાર ન્યૂઝ:-તાપી
આ અભિયાનને સફળ બનાવવા માટે સરકાર દ્વારા એનસીસી ને જવાબદારી સોંપવામાં આવી હતી . આ અભિયાન અંતર્ગત ૫ મી ગુજરાત બટાલિયન એનસીસી સુરત દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું .
૧ લી એપ્રિલના રોજ એનસીસી કેડેટ્સ દ્વારા બીચ , નદી કિનારે તળાવની સફાઈનું મહત્વ દર્શાવવા નિબંધ લેખન અને ચિત્રકામનું આયોજન કરવામાં આવ્યું હતું . ૨ એપ્રિલ ના એનસીસી કેડેટ્સ બીચ , નદી , નાળાઓની સ્વચ્છતા માટે શપથ લીધા હતા . ૩ એપ્રિલ ના એનસીસી કેડેટ્સે શેરી / નુક્કડ નાટક દ્વારા લોકોને સ્વચ્છતા વિશે જાગૃત કર્યા . ૪ એપ્રિલ ના એનસીસી કેડેટ્સ દ્વારા અઠવા ગેટથી ચોક બજાર સુધી જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી ,
જેના દ્વારા લોકોને સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવ્યા હતા...
૫ એપ્રિલ ના ૩૦૦ એનસીસી કેડેટ્સે તાપી નદીના કાંઠાની સફાઈ કરી જ્યાંથી કેડેટ્સે ૨૦૦ કિલો પ્લાસ્ટિક અને અન્ય કચરા ને એસ.એમ.સી વિભાગ સુરતને આપ્યો. આ સમગ્ર અભ્યાને એડમ ઓફિસર કર્નલ ગૌતમ રોયે માર્ગદર્શન પુરું પાડ્યું હતું અને સમગ્ર કાર્યક્રમની જવાબદારી સુબેદાર મેજર સદાશિવ સાહેન અનેબટાલિયનના પીઆઇ સ્ટાફ ને સોંપવામાં આવી હતી.
Comments
Post a Comment