ડાંગ- ગિરિમથક સાપુતારા ખાતે ફરજ બજાવતા પોલીસ જવાને કર્યો આપઘાત....

સાપુતારા પોલીસ મથકે ફરજ બજાવતા દીપકભાઈ કાશીરામ ભાઈ જગતાપ ઉ 30 એ અગમ્ય કારણોસર આહવાના ટીમ્બર ડેપો નજીક આવેલા જંગલમાં ગળે ફાશો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે....

સરદાર ન્યૂઝ:-ડાંગ 
મળતી માહિતી મુજબ સાપુતારા પોલીસ મથકે ફરજ બજાવતા દીપકભાઈ જગતાપ ની પત્ની પિયરમાં ડિલિવરી ગઈ હોય તેઓ એકલા આહવા ખાતે રહેતા હતા. સોમવારે આહવા બોરખેત માર્ગ ઉપર આવેલ ટીમ્બર ડેપો નજીકના જંગલમાં વૃક્ષ પર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાદેલ અવસ્થામાં ગ્રામજનો ને જોવા મળતા લોકોએ આહવા પોલીસ ને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતક પોલીસ જવાન દીપકભાઈ ની લાશનો કબજો મેળવી સગા સંબંધીઓને જાણ કરી પી.એમ.માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી.આહવા પોલીસે તપાસ હાથ ધરી છે

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...