સહકાર ભારતી બેઠક બારડોલી ખાતે મળી....
મીડિયા પ્રકોષ્ઠ માં તેજસ વશી, અને કેતન પટેલ.. બારડોલી.. તા..સહકાર ભારતી બેઠક બારડોલી ખાતે મળી.જેમાં જિલ્લા ના સંગઠન ની વરણી કરવામાં આવી હતી...
સહકાર ભારતી ના પ્રદેશ મંત્રીશ્રી જ્યંતિભાઈ કેવટ અધ્યક્ષ સ્થાને, અને દક્ષિણ ગુજરાત ના પ્રવીણભાઈ ટેલર, પ્રદેશ ના ગુજરાત પ્રદેશ અર્બન બેંક ના પ્રમુખ અને રાજ્ય ના બેંક પ્રકોષ્ઠ ગૌતમ ભાઈ ઉમિયાશંકર ભાઈ વ્યાસ, ડેરી ના પ્રકોષ્ઠ ર્ડો. પુષ્કન્ત પાંડે, ની ઉપસ્થિતિ માં બારડોલી સર્કિટ હાઉસ ખાતે આજે બેઠક મળી હતી.
જિલ્લા અઘ્યક્ષ રમેશભાઈ પટેલ, એ જિલ્લા સંગઠન ની કામગીરી ની વિ્તૃત માહિતી આપી હતી. દક્ષિણ ગુજરાત ના સંયોજક પ્રવીણભાઈ ટેલર એ જણાવ્યું હતું કે જિલ્લા માં સંગઠન ને મજબૂત બને તે દિશા માં સક્રિય રહીને કામગીરી કરીએ, આગામી દિવસો માં જિલ્લા અને તાલુકા કક્ષા એ નવા સદસ્ય બનાવવા, સહકાર ચેતના અંક ના લવાજમ લાવવા, તેમજ અભ્યાસ વર્ગ નું આયોજન કરવા, માટે ની રૂપરેખા આપી હતી.
પ્રદેશ મંત્રીશ્રી જ્યંતિભાઈ કેવટે પ્રશાંગિક ઉદબોધન કરતા જણવ્યું હતુંકે. દેશ ને પરમ વૈભવ તરફ લઇ જવા માટે સહકાર ભારતી ની મહત્વ ની ભૂમિકા રહી છે. અને ભારત માતા ને ઉચ્ચ સ્થાને બેસાડવાની પ્રેરણા ના ઉદેશ રહ્યો છે. ત્યારે સંગઠનાત્મક મળખા બનાવવા માટે પ્રકોષ્ઠ ને માર્ગદર્શન આપ્યું હતું.,
જિલ્લા ના સંગઠન ની સંરચના બાદ પહેલી વાર બેઠક મળેલી આ બેઠક માં જેમાં જિલ્લા, તાલુકા ના પ્રકોષ્ઠ ની વરણી કરવામાં આવી હતી. જેમાં મીડિયા પ્રકોષ્ઠ માં તેજસ વશી, અને કેતન પટેલ તથા ક્રેડિટ પ્રકોષ્ઠ ના વિઠ્ઠલભાઈ રબારી ની નવી નિમણુંક કરવામાં આવી હતી. આભાર વિધિ જિલ્લા સંગઠન પ્ર્રમુખ હેમંતભાઈ જોશી એ કરી હતી.બેઠક નું સંચાલન જિલ્લા મહા મંત્રીશ્રી જે. ડી. પટલે કર્યુ હતું...
Comments
Post a Comment