પ્રેમીનું દેવું ભરવા પ્રેમિકાએ પોતાના જ ઘરમાં ચોરી કરી હતી પતિએ ફરિયાદ નોંધાવતાં પત્ની અને તેના પ્રેમીની પોલીસે કરી ધરપકડ...

અમરોલીમાં આવેલ યોગીકૃપા સોસાયટીમાં રહેતા નરેન્દ્ર વિરમભાઈ વાઘે અમરોલી પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની અને તેના પ્રેમીની સામે અમરોલી પોલીસ સટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે....

સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
કહેવત છે ને કે પ્રેમ આંધળો હોય છે આ જ પ્રેમ ખાતર એક પરણિતાએ એવું કરી નાખ્યું કે જેને જેલના સળિયા ગણવા નિવારી આવી હતી પોતાના પ્રેમીને દેવું થઈ જતાં આપણે કાર્ય પોતાના જ ઘરમાં ચોરી કરી હતી જોકે ચોરીની ઘટનાની જાણ પતિને તથા પતિ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પત્ની અને તેના પ્રેમીની સુરતની અમરોલી પોલીસે ધરપકડ કરી હતી
નરેન્દ્ર વિરમભાઈ વાઘ કતારગામ વસ્તાદેવડી રોડ પર આવેલી ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર છે.જ્યાં નરેન્દ્રભાઈની પત્ની પણ કતારગામ ખાતે એક કંપનીમાં કામ કરે છે.જ્યારે ફરિયાદી નરેન્દ્રભાઈ ગત 9 તારીખે તેમના ઘરમાં તિજોરીમાં ખોલી તો તેમાંથી 1.20 લાખની કિમતના સોનાના દાગીના ગાયબ હતા. જેને લઇને નરેન્દ્ર ભાઈ ને ખ્યાલ આવ્યો હતો કે તેમના મકાનમાં ચોરી થઇ હોવાને લઈને તેઓ દ્વારા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી 
જોકે પોલીસે આ ચોરીની ઘટનામાં તપાસ શરૂ કરી હતી ત્યારે પરિવારના સભ્યોની પૂછપરછ કરતા ની સાથે જ નરેન્દ્ ચોકી ઉઠ્યા હતા જોકે પોલીસે પરિવારના સભ્યો સાથે સાથે પોતાના  પત્ની જાનવી ની પૂછપરછ શરૂ કરી હતી તે ગોળગોળ જવાબ આપતી હતી. જેથી પત્ની ઉપર શંકા જતા તેના સાસુ સસરાએ પુછતા તેણે પોતાના પ્રેમી તુષાર ભુપેન્દ્ર મેવાડાના કહેવાથી દાગીના ચોરી કર્યા અને તેને બીલીમોરા ખાતે દાગીના સંતાડ્યા હોવાની કબૂલાત કરી હતી. પ્રેમીને દેવું થઈ જતાં તેનું દેવું ચૂકવવા માટે આપણને એ પોતાના ઘરમાં ચોરી કર્યા હોવાની કબૂલાત કરતાં એ સાથે જ પોલીસે પરિણીતા અને તેના પ્રેમીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો પણ આ ઘટનાને લઇને બંનેના પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...