સુરત :કરોડ રૂપિયાની લેતી દેતી મામલે ;એક સાથે લુંટ અને સામે વાળાને એર ગનથી ઈજા કરાઈ હોવાની ફરિયાદ નોંધાવી...
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિઓએ સામસામી ફરિયાદ નોંધાવી છે...
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
જેમાં એક વ્યક્તિએ પોતાની સાથે લુંટ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. તો બીજા વ્યક્તિએ પોતાના માથાના ભાગે એર ગન વડે સામેના વ્યક્તિએ ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે બંનેની ફરિયાદ લઇ ચાર આરોપીની ધરપકડ કરી છે.
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં વિક્રાંત જોશી નામના વ્યક્તિ દ્વારા લૂંટની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદની સામે ચેતન સુખડિયા નામના વ્યક્તિ દ્વારા માથામાં ઇજા થઇ હોવા બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનામાં વિક્રાંત જોષી જય અંબે ફાઇનાન્સના નામ પર ઘરેણાની સામે ધિરાણ આપવાનો ધંધો કરે છે.
અગાઉ ચેતન સુખડિયા નામના વ્યક્તિએ વિક્રાંત જોષી પાસેથી 31.5 તોલા સોનાની સામે 1.50 કરોડ રૂપિયા મેળવ્યા હતા. આ રકમનું વ્યાજ 15 લાખ થઇ ગયું હતું. આ રકમની સામે ચેતન સુખડીયાએ 50 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. એટલે વિક્રાંત જોશીને ચેતન પાસેથી 1.15 કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા. તેથી ચેતન સુખડિયાએ વિક્રાંત જોશીને કહ્યું હતું કે તમે મારી ઓફિસ પર આવો એટલે હું તમને રૂપિયા આપી દઉ અને તમે મને ઘરેણા આપી દો. તેથી વિક્રાંત જોશી ચેતન સુખડિયાની યોગી ચોક વિસ્તારમાં આવેલી જોલી સન્સ જ્વેલર્સમાં ઘરેણા લઈને ગયા હતા. આ સમયે ચેતન અને વિક્રાંત બંનેને ઝઘડો થયો હતો. ત્યારે ચેતન સુખડિયાએ વિક્રાંતના પગના જાંઘના ભાગ પર ચપ્પુ મારીને ઘરેણાની લૂંટ ચલાવી હતી. તેથી આ સમગ્ર મામલે વિક્રાંત જોશીએ ચેતન સુખડિયાની સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાવ્યો હતો. વિક્રાંત જોષીની ફરિયાદની સામે ચેતન સુખડિયાએ પણ વિક્રાંત દ્વારા તેમને એર ગન વડે માથામાં ઈજા કરી હોવા મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઇને ચાર આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ હવે તપાસ કરી રહી છે કે, વિક્રાંત જોશી શું ખરેખર ચેતનની પાસે ઘરેણાં લઈને ગયા હતા કે નહીં. આ મામલે CCTV ફૂટેજ પણ પોલીસે ચકાસવાની શરૂઆત કરી છે....
Comments
Post a Comment