ભુવાના ચક્કરમાં ફસાઈને રૂપિયા 6 લાખ ગુમાવનાર મહિલાનો ફાસો ખાઈને આપઘાત મામલે મહિલા દીકરી અને ભુવાની સામે આપઘાત ની દુસપ્રેરના ગુનો દાખલ કરી ભુવાની ધરપકડ કરવામાં આવી...

કતારગામ માં રહેતી જયશ્રીબેન વિધિ માટે દીકરી પાસે ઉછીના લીધા હતા...

સરદાર ન્યૂઝ:-સુરત અક્ષય વાઢેર

ભૂવાએ ઘરમાં વિધિ કરી નાણા ડબલ કરી આપવાની લાલચ આપી હતી

ભુવાના ચક્કરમાં ગૂમાવનારી કતારગામની માઠું લાગી આવતા આપઘાત કરી લીધો હતો . ભુવાએ વિધિ કરી નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી . ચોકબજાર પોલીસે ભુવા ખુશાલ નિમજેની ધરપકડ કરી હતી

  કતારગામ દરવાજા ખાતે શ્રી હરિ એપાર્ટમેન્ટમાં રહેતા જયશ્રીબેન મુકેશભાઇ રસાનીયા એ ગત તા .૨૬ મીએ મળસ્કે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ ૐ લીધો હતો . જયશ્રીબેનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે . તેમના પતિ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે . આ અંગે ચોકબજાર પોલીસમાં મૃતકની પુત્રી પ્રિયંકા અજયભાઈ સોની ( રહે વિરાર , મુંબઇ ) એ ભુવા ખુશાલ ગુલાબભાઇ નિમજે ( ઉ.વ .૩૬ , રહે . ગાંધીનગર સોસાયટી , સિંગણપોર ) સામે આપઘાતની દુપ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો . પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ખુશાલ નિમજેએ પ્રિયંકાની માતા જયશ્રીબેનને વિધિ કરી નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી હતી . જયશ્રીબેને પુત્રી પ્રિયંકાને કોલ કરી આ વિધિ અંગે વાત કરી હતી . જે - તે સમયે પ્રિયંકાએ અંધશ્રદ્ધા હોવાનું પણ માતાને સમજાવ્યું હતુ . જોકે , ખુશાલે ડબલ નહિ થાય તો નાણાં પરત આપવાની પણ ખાત્રી આપતા જયશ્રીબેને જીદ્દ કરી હતી . આખરે પ્રિયંકાએ માતાને ૬ લાખની સગવડ કરી આપી હતી . ત્યારબાદ જયશ્રીબેને ૬ લાખ ખુશાલને વિધિ માટે આપી દીધા હોવાનું પણ પ્રિયંકાને ફોન પર જણાવ્યું હતુ . ત્યારબાદ ખુશાલે ઘરમાં વિધિ શરૂ કરી હતી . ૬ લાખ રૂપિયા મંદિરના ખુણામાં મુકી દીધા છે અને રૂમમાં મુકેલો લોખંડનો કબાટ વિધિ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી નહિ ખોલવાની ખુશાલે વાત કરી હતી . ત્યારબાદ ખુશાલે કબાટમાં લક્ષ્મીજીનું આગમન થઇ ગયું છે એવું જણાવી લોખંડનો હથોડો ઘરમાં મુકાવ્યો હતો . આ હથોડા થકી કબાટમાં પૈસા આવશે એવું પણ જણાવ્યું હતુ .

ગત તા .૨૫ મીએ બપોરે જયશ્રીબેને પ્રિયંકાને કોલ કરી જણાવ્યું કે , ખુશાલે માતાજી પ્રસન્ન થયા છે પણ રસ્તો બતાવતા નથી એવી વાત કરી છે . રસ્તો બતાવવા ગુરૂજી મોડીરાત્રે ઘરે આવશે અને વિધિ કરી રસ્તો બતાવશે એવું કહ્યું હતુ . જયશ્રીબેને દીકરી સાથે આ અંતિમ વાત કર્યા બાદ બીજા દિવસે તેણીએ આપઘાત કરી લીધો હતો . આમ , ખુશાલે વિધિના બહાને ૬ લાખ પડાવી છેતરપિંડી કરી હતી . જેથી લાગી આવતા જયશ્રીબેને આપઘાત કરી લીધો હતો . ચોકબજાર પોલીસે ભુવા ખુશાલ નિમજે સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી....

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...