પત્ની છૂટાછેડા ન આપતા આર્મી જવાને પત્નીનો કાંટો કાઢી નાખવા મિત્ર પાસે 15 દિવસમાં 2 વાર ફાયરિંગ કરાવ્યું હતું....

ફાયરિંગની ઘટનામાં ક્રાઇમબ્રાંચે 2 શૂટરોને પુણા-કડોદરા રોડ પર સણિયા હેમાદ ગામેથી પકડી લીધા હતા...

સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત 
ઝડપાયેલા શૂટરો રવિન્દ્ર રધુનાથ યેશે અને નરેન્દ્ર ઉર્ફે મયુર રમેશ જાવદ  પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટુઝ તેમજ બાઇક મળી મુદ્દામાલ કબજે કર્યો છે...
આ કેસમાં સોપારી આપનાર પતિની ઓન આખરે પાંજરે પૂરતો છે હાલ તો પોલીસે સોપારી આપનાર પતિ વિનોદ મોરેની ધરપકડ કરી છે ..

આખી. ઘટના કઈ રીતે બની હતી ????
ગત  12મીએ સુરતના  માનદરવાજા ફાયર સ્ટેશનની ગલીમાં આર્મીની પત્ની નંદા વિનોદ મોરે પર 2 શૂટર બાઇક પર આવી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. મહિલાને ગોળી ડાબા હાથમાંથી આરપાર નીકળી તો બીજી છાતીના પાછળના ભાગે અને એક થાપાના ભાગે વાગી હતી. 15 દિવસ પહેલા પાંડેસરા પાસે મહિલા પર આ બન્ને શૂટરોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આરોપી રવિન્દ્ર હત્યા કરવા માટે મહારાષ્ટ્રથી 2 વાર સુરત આવ્યો હતો. પોતાની પત્નિની હત્યા કરાવવા માટે  સોપારી હતી ઘણા સમયથી બને એક બીજાથી અલગ રહે છે છુટા છેડા કરવા  બાબતે ઝગડો ચાલતો હતો આખરે પતિએ નક્કી કરી લીધું હતું કે પત્ની ને ઉડાવી દેવી છે છે જોકે ઘટના પત્ની ને  ગોળી વાગી હતી પણ બચી ગઈ હતી હાલ તો હત્યાની કોશિશ  કરનાર પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે..
છૂટાછેડા માટે સતત ધમકી આપતા પતિએ જ ફાયરિંગ કરાવ્યું હોવાનો સાસરિયાનો આક્ષેપ સાચો નીકળ્યો
માન દરવાજા ખાતે રહેતી નંદા ઉર્ફે નંદિની વિનોદભાઇ મોરે  શનિવારે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ભાણેજ યોગીતા સાથે દવાખાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઘર પાસેના રોડ પર જ તેમના પર ફાયરિંગ થયું હતું. સ્પ્લેન્ડર બાઇક પર આવેલા બે યુવકો ગણતરીના સમયમાં જ 3 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટયા હતા. નંદાબેનના થાપા, છાતી તથા ડાબા હાથના ભાગે ગોળી વાગી હતી. તાત્કાલિક સિવિલમાં ખસેડાયા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.. નંદાબેનના લગ્ન વર્ષ 2010માં મૂળ જલગાંવના વતની વિનોદ સાથે થયા હતા. વિનોદ આર્મીમેન છે અને હાલમાં મહારાષ્ટ્રના નાંદેડમાં તેમની ડયૂટી છે. પ્રેગ્નેન્સી પ્રોબ્લમને કારણે દંપતી વચ્ચે ઝઘડા થતા હતા. પતિ છૂટાછેડા લેવા પણ તેણીને દબાણ કરતો હતો. નંદાબેન ચાર વર્ષ પહેલાં માન દરવાજા ખાતે પિયરમાં રહેવા ચાલ્યા આવ્યા હતા....

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...