શ્રી વસિષ્ઠ વિદ્યાલય દ્વારા 'NON FIRE COOKING SHOW FOR STUDENTS' શીર્ષક તળે રસસભર કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું....

 સ્પર્ધામાં ધોરણ ૧૧ કોમર્સના ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો....

સરદાર ન્યૂઝ:-કામરેજ 

સુરત જીલ્લાના કામરેજના વાવ સ્થિત વશિષ્ઠ વિદ્યાલય દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં ધોરણ 11 કોમર્સના 40 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ખાસિયત એ હતી કે બાળકોએ NON FIRE COOKING DISH બનાવી હતી. 
આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શહેરના જાણીતાં પાકશાસ્ત્રી ઝીલ મયંક સોની તેમજ ભાવનાબેન પ્રકાશભાઈ સોનીએ મહત્વની ભૂમિકા બજાવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ રસસભર વાનગીઓ બનાવવામાં આવી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓને ક્રમ આપવામાં આવ્યો હતો. 
જેમાં પ્રથમ ક્રમે દુધાત્રા દિશા અરવિંદભાઈ બીજા ક્રમે ભીમાણી રોમિલ શૈલેષભાઈ અને ત્રીજા ક્રમે સોલંકી વૈભવી પરેશભાઈ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીઓમાં સંઘભાવના વિકસે તેમજ જીજ્ઞાસાવૃત્તિ વધે, ઘરકામમાં તેમજ રસોઈમાં મમ્મીને મદદ કરવાની ભાવના વિકસે, નવું શીખવા સમજવા મળે. 
ભવિષ્યમાં હોટલ મેનેજમેન્ટમાં ભવિષ્ય બનાવવું હોય તો તેનો પાયો અત્યારથી જ દ્રઢ બને તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...