નશારપુર મુખ્ય માર્ગ પર ટ્રક ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતાં સ્થળ પર  કમ કમાટી ભર્યું મોત નીપજ્યું...

ચિતલદા ગામનો યુવક અંકુર વસાવા ના ૨૬/૨૭ તારીખે લગ્ન થવાના હતા...

સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત
જુવાનજોધ પુત્ર ના મોતથી પરિવાર નું રુદન આક્રંદ કાળજા કંપાવી તેવું હતું...
સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામ થી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૫૬ પર આવેલ નસારપુર ગામ નજીક ટ્રકચાલકે બાઈક ચાલક યુવકને અડફેટે લેતા ઘટનાસ્થળે યુવકનું કરુણ મોત નીપજયું હતું ઉમરપાડા ના ચીતલદા ગામના આંબા ફળિયામાં રહેતો અંકુરભાઇ ચંપકભાઈ વસાવા ઉંમર વર્ષ ૨૬ ના લગ્ન નેત્રંગ તાલુકાના ભંગોરિયા ગામની ની યુવતી સાથે તારીખ ૨૬/૨૭ ફેબ્રુઆરીના રોજ થનાર હતા યુવક અંકુર ગતરોજ તારીખ 7 મી ના સાસરી પક્ષના સગા સંબંધી માં લગ્ન હોવાથી ચિતલદા થી નીકળી ભાંગોરિયા ગામે ગયો હતો  
અને પોતાની ભાવિ પત્ની સાથે લગ્ન પ્રસંગ પતાવી યુવતીને તેના ઘરે મૂકી પોતાની યુનિકોન બાઈક લઈને ચીતલદા ગામે આવી રહ્યો હતો ત્યારે નસારપુર કેલીકુવા ફળિયા નજીક માર્ગની બાજુમાં આવેલ ઈટના ભઠ્ઠા પરથી G.J ૧૫ X ૫૪૫૬ ટ્રકનો ચાલક ઈટના ભઠ્ઠા ઉપર રેતી ખાલી કરી મુખ્ય માર્ગ પર આવી રહ્યો હતો ત્યારે બાઈક ચાલક અંકુર વસાવા ને અડફેટે લેતા માથા અને હાથ પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું આ સમયે ટ્રક ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો આ ઘટનાની જાણ આસ પાસના રહીશોને થતાં તાત્કાલિક લોકો મદદે દોડી આવ્યા હતા અને ઉમરપાડા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ કરૂણ ઘટનાની જાણ ચિતલદા ગામે તેના પરિવાર ને થતાં પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા
 જુવાનજોધ દીકરા ના મોત થી પરિવારના માંથે દુઃખનું આભ તૂટી પડયા ની સ્થિતિ સર્જાઇ હતી એક તરફ પંદર દિવસ બાદ તારીખ ૨૬/૨૭ ફેબ્રુઆરી એ અંકુર ના લગ્ન હોવાથી પરિવાર લગ્નની તૈયારી આનંદ ઉત્સાહથી કરી રહ્યો હતો ત્યારે બીજી તરફ પુત્રના મોતના સમાચાર થી પરિવાર નું રુદન આક્રંદ સમાતું ન હતું અકસ્માત ના ગુના સંદર્ભમાં પિતા ચંપકભાઈ ખેતીયાભાઈ વસાવા એ ટ્રક ચાલક વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...