ઇલેક્ટ્રીક સામાનની આડમાં પ્રતિબંધીત ઇ - સીગારેટનું વેચાણ કરતા વેપારીને ઝડપી પાડતી લાખો રૂપિયા મુદ્દામાલ પોલીસે કર્યો કબજે.....
સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “ NO DRUGS IN SURAT CITY " અભિયાન હેઠળ કરવામાં આવી કાર્યવાહી...
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર રિપોર્ટર.સુરત
શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ , ઈ - સીગરેટ તથા ઈ હુક્કાનુ વેચાણ કરવામાં આવી રહેલ છે .
જેના સેવનના કારણે યુવાધન નશાખોરીના રવાડે ચઢી પોતાના આરોગ્યને જોખમમાં મુકી રહેલ છે . તેમજ ભારત સરકાર દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ , ઈ - સીગરેટ તથા ઈ - હુક્કાના સેવન અને વેચાણ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવેલ છે . જેથી આવા રી - ટેઇલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતાઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશ બાદ સુરત પોલીસે આવા એક વિક્રેતા ને ત્યાં દરોડા પાડી લાખો રૂપિયા મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી
સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “ NO DRUGS IN SURAT CITY " અભિયાન ચાલુ કરવામાં આવેલ છે . જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહેલ છે પણ સુરત શહેરનું યુવાધન ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ , ઇ સીગરેટ કે ઇ - હુક્કાના સેવનના રવાડે ચઢી નશાખોરી આચરી પોતાનુ યુવાધન બરબાદ કરી રહેલ હોય . જેથી આ યુવાધન બરબાદ થતું અટકાવવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુદ્રઢ રીતે જળવાઈ રહે તે માટે પોલીસ કમિશ્નર દ્વારા
શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ , ઈ - સીગરેટ તથા ઈ હુક્કાનુ વેચાણ કરવામાં આવી રહેલ છે .
જેના સેવનના કારણે યુવાધન નશાખોરીના રવાડે ચઢી પોતાના આરોગ્યને જોખમમાં મુકી રહેલ છે . તેમજ ભારત સરકાર દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ , ઈ - સીગરેટ તથા ઈ - હુક્કાના સેવન અને વેચાણ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવેલ છે . જેથી આવા રી - ટેઇલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતાઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે પોલીસે એ અલગ - અલગ ટીમો બનાવવામાં આવેલ હતી . જે ટીમો દ્વારા આવા વિક્રેતાઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી ત્યારે પોલીસ બાતમી મળી હતી કે અઠવા ભાગા તળાવ પાણીની ભીંત પાસે કોંગ્રેસ હાઉસની સામે આવેલ એક મકાન માં એમ.એસ.કલેક્શન “ નામની દુકાનમાં દુકાનદાર ઇલેક્ટ્રીક સામાન વેચવાની આડમાં ઇ - સિગારેટનું વેચાણ કરે છે . જે બાતમી આધારે ઉપરોક્ત ટીમે સદરહુ દુકાનમાં રેડ કરી દુકાનદાર મો.શાબીર અબ્દુલરઉફ રવાણી ઉ.વ .૩૦ રહે ફ્લેટ નં .૧૬ ન્યુ જામીયા બિલ્ડીંગ બીજો માળ ફાયર સ્ટેશનની સામે મોરાભાગળ સુરત પાણીની ભીંત પાસે અઠવા ભાગા તળાવ અઠવા સુરતવાળાને ઝડપી પાડી તેની દુકાનમાં રાખેલ ઇલેક્ટ્રીક સામાન , ઘડીયાળના બોક્સની પાછળ સંતાડી રાખેલ ( ૧ ) “ SMOK VAPE PEN - 22 “ કંપનીની પ્લાસ્ટીકના બોક્સમાં પેક કરેલ ઇ - સિગરેટ ચાર્જર કેબલ સાથેની ઇ - સિગરેટના બોક્સ કુલ નંગ -૧૦૯ ( ૨ ) “ ISTICK PICO " કંપનીની પ્લાસ્ટીકના બોક્સમાં પેક કરેલ ઇ - સિગરેટ ચાર્જર કેબલ સાથેની ઇ સિગરેટના બોક્સ કુલ નંગ -૮૫ ( 3 ) “ 2500 PUFFS YUOTOXXL ” કંપનીની પ્લાસ્ટીકના બોક્સમાં પેક કરેલ ઇ - સિગરેટના બોક્સ કુલ નંગ -૧૫ ( ૪ ) ઇ - સિગરેટની બેટરી - સેલ નંગ ૮૫ તથા ( ૫ ) “ AL - FAKHR VAPE JUICE ” કંપનીની અલગ - અલગ ફ્લેવરની ૧૫ એમ.એલ.ની બોટલ નંગ -૨૦૦ , કિ.રૂ .૧,૨૪,૭૫૦ / -ની તથા મોબાઈલ ફોન નંગ -૨ કિ.રૂ .૫૦,૦૦૦ / - મળી કુલ કિ.રૂ .૧,૭૪,૭૫૦ / -મતાનો મુદ્દામાલ કબ્જે કરી આ દુકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતીજોકે સુરત પોલીસ દ્વારા આવનારા સમયમાં સુરત શહેરમાં આવેલ તમામ પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ ડ્રિસ્ટીબ્યુટરો ઉપર વોચ ગોઠવી તેમના દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ , ઈ - સિગરેટ , ઇ - હુક્કા કે આવી કોઈ અન્ય પ્રોડક્ટનું વેચાણ થતુ હશે તો તેમના ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવનાર છે .
Comments
Post a Comment