વીસી અને ફ્કિસ ડીપીઝીટ સ્કીમના બહાને ૬૩.૨૪ લાખની ઠગાઈમાં ચંદ્રૈયાબંધુઓની ધરપકડ....

રાજશેખર અને લક્ષ્મણ સાદુલાની ધરપકડ, સ્ક્રીમના બહાને તેમના તેલંગુ સમાજના ૧૨ જેટલા લોકો પાસે રોકાણ કરાવ્યા બાદ પાકતી મુદ્તે નાણા નહી ચુકવી છેતરપિંડી કરી હતી....

સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.સુરત:-અક્ષય વાઢેર
પવર્ત ગામ ચંદ્રલોક સોસાયટીમાં રહેતા ચંદ્રૈયા પરિવાર દ્વારા જય ભવાની, શ્રી સાંઈબાબા સહકાર સોસાયટી અને જય ભવાની કુર્પાના નામે અલગ અલગ વીસી અને ફિક્સ ડિપોઝીટની સ્ક્રીમો શરુ કરી તેમના તેલગું સમાજના લોકો પાસે રોકાણ કરાવ્યા બાદ પાકતી મુદ્તે રોકાણકારોને તેમની મુડી વ્યાજ સહિત પરત નહી કરી કુલ રૂપિયા ૬૩.૨૪ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોîધાયા બાદ ગતરોજ પોલીસે ચંદ્રૈયા બંધુઅોની ધરપકડ કરી છે.

લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ અમરોલી કોસા઼ïડ રોડ ઈડબલ્યુઍસ આવાસ ખાતે રહેતા વેîકટેશ હનુમાન બોગા (ઉ.વ.૩૭) કતારગામ જુની જી્આઈડીસીમાં કેપલોન ઈન્ડસ્ટ્રીઝમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. વેîકટેશ બોગાઍ ગતરોજ તેમના સમાજના સાદુલા નરસૈયા ચંદ્રૈયા, મુરલી સાદુલા ચંદ્રૈયા, લક્ષ્મણ સાદુલા ચંદ્રૈયા, શેખર સાદુલા ચંદ્રૈયા તથા સ્વપ્ïïના શેખર ચંદ્રૈયા (રહે, ચંદ્રલોક સોસાયટી પરવત ગામ) સામે ફરિયાદ નોîધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેમના તેલગું પદ્મશાળી સમાજના સાદુલા ચંદ્રૈયા ૨૫ વર્ષ પહેલા સમાજના લોકોને સાથે રાખી લિંબયાત વિસ્તારમાં જય ભવાની તથા અન્ય નામથી અલગ અલગ વીસી ચલાવતા હતા. સન ૨૦૦૫માં વેîટકેશના પિતા હનુમાનભાઈઍ બચત થાય તે આશયથી સન ૨૦૦૫થી ૨૦૨૦ સુધીમાં અલગ અલગી વીસીમાં રોકાણ કર્યું હતું અને પાકતી મુદ્તે વ્યાજ સાથે પૈસા પરત કરી વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ ફેસુ્આરી ૨૦૧૯થી નવેમ્બર ૨૦૨૧ સુધીમાં ૨ લાખની વીસીમાં કુલ રૂપિયા ૧.૧૧ લાખ ભર્યા હતા.ï ્આરોપીઅો વીસીના કાર્ડમાં પૈસા જમા કરાવ્યા હોવાનો કાર્ડ બનાવી તેમા સિહ કરાવતા હતા. આરોપીઓઍ વીસી ચાલુ હતી તે દરમ્યાન ડિસેમ્બર ૨૦૨૧માં જય ભવાની, શ્રી શિરડી સાંઈબાબા સહકાર સોસાયટીïના નામથી અલગઅલગ વિસી અને જય ભવાની કૂપા નામથી ફિક્સ ડિપોઝીટ નામની સ્ક્રીમ શરુ કરી સમાજના લોકો પાસેથી વીસી અને ફિક્સ ડીપોઝીટ પેટે રોકાણ કરાવ્યું હતું અને પાકતી મુદ્તે તેમજ સમયસર મુદલ ચુકવ્યા ન હતા.વેકટેશની તપાસ દરમ્યાન ચંદ્રૈયા પરિવાર દ્વારા કરવામાં આવેલ છેતરપિંડીમાં તેમના ઉપરાંત સમાજના અન્ય ૧૧ï ઉપરાંત લોકોના પણ નાણા મળી કુલ રૂપિયા ૬૩,૨૪,૨૪,૦૦૦ની છેતરપિંડી કરી હોવાનુ બહાર આવ્યું હતુ. બનાવ અંગે પોલીસે વેîકટેશની ફરિયાદ લઈ ચંદ્રૈયા પરિવાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી ગઈકાલે  લક્ષ્મણ નરસૈયા સાદુલા અને રાજશેખર નરસૈયા સાદુલાની ધરપકડ કરી છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...